ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
પાકિસ્તાન કોઈને કોઈ વાત પર પોતાનું નાક કપાવવા માટે પ્રખ્યાત છે. તાજેતરમાં બેલ્જિયમ સાંસદ દ્વારા પણ પાકિસ્તાનનો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી છે.
આતંકવાદને મળતું પાકિસ્તાની સમર્થન કોઈનાથી છુપાયેલું નથી કારણકે, પાકિસ્તાને તાલિબાનને ટેકો આપીને આ સાબિત કર્યું છે. આ પછી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ટીકા શરૂ થઈ છે. ઉત્તર યુરોપીયન દેશ બેલ્જિયમે પાકિસ્તાન સમર્થિત આતંકવાદ પર ચિંતા વ્યક્ત કરી છે.
એક કાર્યક્રમમાં હાજરી આપનાર બેલ્જિયમના સાંસદ ફિલિપ ડેવિન્ટરે પાકિસ્તાનને આતંકવાદી દેશ ગણાવતા તેની પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કાર્યક્રમમાં કહ્યું કે, "બેલ્જિયમને પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોવો જોઈએ, જે આતંકવાદીઓને ટેકો આપે. તાલિબાનની જેમ પાકિસ્તાન પણ વિશ્વ માટે ખતરો બની શકે છે."
લખીમપુર હિંસામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, મૃત્યુઆંક વધીને 9 થયો, વધુ એક નેતાની અટકાયત
ડેવિન્ટરે કહ્યું કે, " પાકિસ્તાન લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. અને આગળ પણ આપવાનું ચાલુ રાખશે. તેથી વિશ્વભરના દેશોએ ભેગા થઈને પાકિસ્તાનનો બહિષ્કાર કરવો જોઈએ." ડેવિન્ટરે યુરોપિયન યુનિયનના રાજકીય અહેવાલને ટાંકીને કહ્યું કે પાકિસ્તાન સમગ્ર ક્ષેત્રને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે.
તેમણે વધુમાં કહ્યું કે, "પાકિસ્તાનની સેનાએ અફઘાનિસ્તાનમાં તાલિબાનને પકડવામાં સંપૂર્ણ મદદ કરી છે. આને કારણે દુનિયા સામે મોટું સંકટ ઉભું થયું છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકોની વિદાય સાથે, યુરોપથી સીરિયા તરફ જતા કટ્ટરવાદી મુસ્લિમોની સંખ્યામાં વધારો થઈ શકે છે. તેનાથી આંતરરાષ્ટ્રીય આતંકવાદમાં વધારો થશે."