News Continuous Bureau | Mumbai
Pakistan: ભારતીય જેલ (Indian Jail) માં બંધ આતંકવાદી (Terrorist) ની પત્ની પાકિસ્તાન (Pakistan) માં મંત્રી બની ગઈ છે. મુશાલ મલિક (Mushaal Malik) ને પાકિસ્તાન સરકારમાં મહત્વની જવાબદારી મળી છે. હાલમાં જ પાકિસ્તાનના કેરટેકર પીએમ અનવર ઉલ હક કાકરે મુશાલને તેમની સરકારમાં સ્થાન આપ્યું છે. મુશાલ મલિક પીએમ અનવર ઉલ હકના વિશેષ સહાયક હશે. તેમણે ગુરુવારે સાંજે મંત્રી તરીકે શપથ લીધા હતા. મુશાલ મલિક ઉપરાંત જલીલ અબ્બાસ જિલાનીને વિદેશ મંત્રી, સરફરાઝ બુગ્તીને ગૃહ મંત્રી, ડૉ. શમશાદ અખ્તરને નાણાં મંત્રી, જનરલ (નિવૃત્ત) અનવર અહેમદને સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. કાર્યકારી પીએમ અનવર ઉલ હક (PM Anwar Ul Haq) ની કેબિનેટે ગઈકાલે શપથ લીધા હતા.મુશાલ મલિકનો પતિ ભારતની જેલમાં બંધ છે. જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિક (Yasin Malik) ની ટેરર ફંડિંગના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Ghoomar: ફિલ્મ ‘ઘૂમર’ના ક્લાઈમેક્સ સીનમાં આ બાળકી એ આપ્યો હતો ડાન્સનો આઈડિયા, અભિષેક બચ્ચન સાથે છે ખાસ કનેક્શન
મુશાલ આતંકવાદીને ક્યારે મળ્યો?
મુશાલ મલિક અને યાસીન મલિકે 22 ફેબ્રુઆરી 2009 ના રોજ રાવલપિંડીમાં લગ્ન કર્યા હતા. યાસીન મલિક 2005માં પાકિસ્તાન ગયો હતો. તે સમયે તે મુશાલને મળ્યો. મુશાલે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. મુશાલની માતા રેહાના મલિક નવાઝ શરીફની પાર્ટીની મહિલા વિંગ પાકિસ્તાન મુસ્લિમ લીગની સેક્રેટરી હતી. તેના પિતા અર્થશાસ્ત્રી છે. મુશાલનો ભાઈ વિદેશી બાબતોમાં સારી રીતે વાકેફ છે. મુશાલ તેની બહેન સાથે ઈસ્લામાબાદમાં રહે છે.
યાસીન કેટલા વર્ષથી જેલમાં?
યાસીન મલિક 2019થી જેલમાં છે. 2017માં ટેરર ફંડિંગ (Terror Funding) ના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. NIAએ યાસીન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ગયા વર્ષે મે મહિનામાં દિલ્હીની એક કોર્ટે યાસીનને દોષિત ઠેરવ્યો હતો. તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રીની પુત્રીના અપહરણનો આરોપ
યાસીન મલિકને UAPA સહિતના તમામ આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. 2017 માં, તેના પર કાશ્મીર ઘાટીમાં અશાંતિ ફેલાવવા માટે આતંકવાદી કૃત્યો કરવાનો આરોપ હતો. યાસીનનો જન્મ 1966માં શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં થયો હતો. તેના પર તત્કાલીન કેન્દ્રીય ગૃહ મંત્રી મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રૂબૈયા સઈદનું અપહરણ કરવાનો અને 1989માં શ્રીનગરમાં એરફોર્સના જવાનો પર હુમલો કરવાનો આરોપ છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા.