ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 04 ઑગસ્ટ, 2021
બુધવાર
આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલું પાકિસ્તાન હવે જાણે સંપૂર્ણપણે નાદાર થઈ ગયું છે.
સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ચૂકી છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના સત્તાવાર નિવાસને ભાડે આપવાની નોબત આવી પડી છે.
આ ઘર ઈસ્લામાબાદમાં આવેલું છે અને ભાડે આપવા માટે બજારમાં મુકી દેવાયું છે.
ઓગસ્ટ 2019 માં, પાકિસ્તાનના શાસક પક્ષે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનને યુનિવર્સિટીમાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરી હતી.
આ જાહેરાત બાદ પીએમ ઇમરાન ખાને આ નિવાસસ્થાન ખાલી કરી દીધું હતું. પરંતુ હવે સરકારે યુનિવર્સિટી બનાવવાની યોજના મુલતવી રાખી છે અને સંપત્તિને ભાડે આપવાનો નિર્ણય લીધો છે.
કહેવામાં આવી રહ્યું છે કે કેબિનેટમાં હવે આવાસમાં શૈક્ષણિક સંસ્થાનની જગ્યાએ લોકોને સાંસ્કૃતિક, ફેશન, શૈક્ષણિક અને અન્ય કાર્યક્રમાો આયોજિત કરવાની પરવાનગી અપાશે.