શ્રીલંકા બાદ આ દેશમાં ઘેરું બન્યું આર્થિક સંકટ, સાંજ પડતાં જ મોલમાં લાઇટો ગુલ, મોટાં શહેરોમાં અંધારપટ..

Pakistan to shut malls-markets-wedding halls early to save energy amid economic crisis

News Continuous Bureau | Mumbai

હાલમાં પાકિસ્તાન ( Pakistan  ) મોટા આર્થિક સંકટનો ( economic crisis ) સામનો કરી રહ્યું છે. તેને દૂર કરવા માટે હવે પાકિસ્તાન સરકાર નાગરિકોને પૈસા બચાવવાની સલાહ આપી રહી છે. આમાં સરકાર કહી રહી છે કે ચા ઓછી પીઓ, ભેંસ ખરીદો, ગધેડો ખરીદો. પૈસાના અભાવે પાકિસ્તાનમાં ઉર્જા ( energy  ) સંકટ પણ સર્જાયું છે.

પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકારે વીજળી ( save energy ) બચાવવા માટે તમામ બજારો, મોલને ( shut malls-markets ) રાત્રે 8:30 વાગ્યે બંધ કરવાનો આદેશ આપ્યો છે. તે જ સમયે, લગ્ન હોલ અને રેસ્ટોરન્ટને રાત્રે 10 વાગ્યે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ઊર્જાનો ઉપયોગ ઘટે એ માટે વર્ક ફ્રોમ હોમ પોલિસી લાગુ કરવામાં આવશે. આ નીતિથી કચેરીઓમાં વપરાતી વીજળી ઓછી વપરાશે. સરકાર વિભાગોમાં જે ઉપયોગ કરવામાં આવતી વીજળી છે એમાં 30 ટકાનો ઘટાડો થાય એવી યોજના બનાવાઈ છે. સરકારનું કહેવું છે કે તેનાથી 62 અબજ પાકિસ્તાની રૂપિયાની બચત થશે. આ જાહેરાત કરતી વખતે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે પાકિસ્તાનના વિવિધ ભાગોમાંથી એક પ્રતિનિધિમંડળ આવ્યું હતું અને બજારને બંધ કરવા અંગે અલગ-અલગ સૂચનાઓ આપી હતી. જોકે પાકિસ્તાન સરકારના આ નિર્ણયનો દુકાનદારોએ વિરોધ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં પહેલી વખત સ્પે. પોલીસ કમિશનરની થઈ નિમણૂક, આ આઇપીએસ અધિકારી કરાયા નિયુક્ત.

પાકિસ્તાન પાસે એક સપ્તાહ કરતા પણ ઓછા સમયના વિદેશી મુદ્રા ભંડાર છે. તે માત્ર આંતરરાષ્ટ્રીય બજારમાં જ નહીં પરંતુ સ્થાનિક બજારમાં પણ નાદારીની આરે છે. IMF દ્વારા લોનના હપ્તા ભરવામાં વિલંબને કારણે નાણાકીય કટોકટી વધુ ઘેરી બની છે. IMFએ તાજેતરમાં પાકિસ્તાન માટે $1.1 બિલિયન (આશરે રૂ. 82.5 બિલિયન) બેલઆઉટ પેકેજને સ્થગિત કર્યું છે. બીજી તરફ ઈમરાન ખાન બાદ સત્તા સંભાળનારા વડાપ્રધાન શહબાજ શરીફ સરકાર પર લોકોનું દબાણ વધી રહ્યું છે. શાહબાઝ શરીફ પાસે મર્યાદિત વિકલ્પો છે અને તેઓ દેશને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *