Pakistan Train Hijack: હાથના કર્યા હૈયે વાગ્યા.. BLA સામે પાકિસ્તાની સેના નબળી પડી, અત્યાર સુધીમાં માત્ર આટલા બંધકને બચાવ્યા; 30 સૈનિકો માર્યા ગયા..

Pakistan Train Hijack: ગુજરાતીમાં કહેવત છે કે હાથના કર્યા હૈયે વાગ્યા અને સંઘરેલો સાપ માલિકને જ દંશ મારે. હવે પાકિસ્તાન માટે આ બધી કહેવતો સાચી સાબિત થઈ રહી છે. પાકિસ્તાનને આતંકવાદી ફેક્ટરી માનવામાં આવે છે. બલુચિસ્તાન પ્રાંતમાં એક મોટો આતંકવાદી હુમલો થયો જેમાં આખી એક પેસેન્જર ટ્રેનને હાઇજેક કરવામાં આવી.

by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Pakistan Train Hijack: વર્ષોથી આતંકવાદને પોષી રહેલા પાકિસ્તાનને હવે હાથના કર્યા હૈયે વાગી રહ્યાં છે. દુનિયાભરમાં આતંકવાદ ફેલાવનાર પાકિસ્તાન હવે તેની સાથે જ સંઘર્ષ કરી રહ્યું છે. ગઈકાલે એટલે કે મંગળવારે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં એક મોટો આતંકવાદી હુમલો થયો જેમાં આખી એક પેસેન્જર ટ્રેનને હાઇજેક કરવામાં આવી. આ ઘટના દરમિયાન ટ્રેનમાં લગભગ 500 મુસાફરો સવાર હતા. 

Pakistan Train Hijack: BLA એ ધમકી આપી 

મીડિયા રિપોર્ટ મુજબ બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી, અને દાવો કર્યો હતો કે તેમણે 214 ટ્રેન મુસાફરોને બંધક બનાવ્યા છે અને 30 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે. એટલું જ નહીં BLA એ ધમકી આપી છે કે જો સુરક્ષા દળો કોઈ કાર્યવાહી કરશે તો તેઓ બધા બંધકોને મારી નાખશે. આતંકવાદીઓએ તેમની માંગમાં બલૂચ રાજકીય કેદીઓ અને રાષ્ટ્રીય પ્રતિકાર કાર્યકરોની બિનશરતી મુક્તિની શરત મૂકી છે. તેમણે આ માંગણી પૂરી કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.

Pakistan Train Hijack:  માત્ર 104 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા 

આ હુમલા દરમિયાન, પાકિસ્તાની સુરક્ષા દળોએ ઝડપી કાર્યવાહી શરૂ કરી અને અત્યાર સુધીમાં માત્ર 104 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. બચાવેલા લોકોમાં 58 પુરુષો, 31 મહિલાઓ અને 15 બાળકોનો સમાવેશ થાય છે. તે જ સમયે, બાકીના મુસાફરોને સુરક્ષિત રીતે બચાવવા માટે સુરક્ષા કર્મચારીઓ સતત બચાવ કામગીરીમાં રોકાયેલા છે. 

Pakistan Train Hijack: હેલિકોપ્ટર અને ડ્રોન હુમલા ચાલુ 

પાકિસ્તાની સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરવા માટે એક વિશાળ લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીના ભાગ રૂપે સેનાના હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા બોમ્બમારો ચાલુ છે. જોકે બીએલએ આતંકવાદીઓનો દાવો છે કે તેમણે પાકિસ્તાની સેનાના ભૂમિ ઓપરેશનને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યું છે અને સૈનિકોને પીછેહઠ કરવા મજબૂર કર્યા છે. BLAના પ્રવક્તાએ કહ્યું, અમે જાફર એક્સપ્રેસ પર સંપૂર્ણપણે નિયંત્રણ મેળવી લીધું છે અને પાકિસ્તાની સેનાના હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા છે. 

આ સમાચાર પણ વાંચો : Donald Trump vs Iran : ચીન બાદ હવે આ મુસ્લિમ દેશ એ ટ્રમ્પ સામે ચડાવી બાંયો, સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું- અમેરિકાના દબાણ હેઠળ કામ કરશે નહીં…

ક્વેટાથી પોતાની સફર શરૂ કરનારી જાફર એક્સપ્રેસ આતંકવાદીઓના નિશાના પર આવી ગઈ. જ્યારે ટ્રેન ટનલ નંબર 8 પર પહોંચી ત્યારે આતંકવાદીઓએ તેના પર હુમલો કર્યો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, હુમલાખોરોએ પહેલા ટ્રેન પાટા પરથી ઉતારી દીધી અને પછી મુસાફરોને પોતાના કબજામાં લઈ લીધા. અત્યાર સુધી, રેલ્વે ઓથોરિટી કે બલુચિસ્તાન વહીવટીતંત્ર દ્વારા બંધકોની સંખ્યા અને કોઈપણ જાનહાનિ અંગે કોઈ સત્તાવાર અહેવાલોની પુષ્ટિ કરવામાં આવી નથી.

 Pakistan Train Hijack: બળવાખોર સંગઠનો પાકિસ્તાન સેના વિરુદ્ધ

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા, બલૂચ જૂથોએ પાકિસ્તાન અને ચીન સામે નવા હુમલાની જાહેરાત કરી હતી. બલૂચ લડવૈયાઓએ તાજેતરમાં સિંધી અલગતાવાદી જૂથો સાથે કવાયત પૂર્ણ કરી છે. હવે બળવાખોર સંગઠનો પાકિસ્તાન સેના સામે એક થઈ રહ્યા છે. સિંધી અને બલૂચ સંગઠનોના ભેગા થવાથી પાકિસ્તાનમાં CPEC પ્રોજેક્ટ્સ માટે મોટો ખતરો ઉભો થયો છે.

Pakistan Train Hijack:  પાકિસ્તાન વિરુદ્ધ મોટા ઓપરેશનનો પ્રસ્તાવ

ગયા મહિને BRAS એટલે કે બલોચ રાજી આજોઇ સંગારની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બલૂચ લિબરેશન આર્મી, બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ, બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સ, સિંધી લિબરેશન ઓર્ગેનાઇઝેશન, સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મીના કમાન્ડરોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ મોટા ઓપરેશનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ બેઠકના થોડા દિવસો પછી જ, પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેકિંગથી શાહબાઝ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ.

Join Our WhatsApp Community

You may also like