Pakistan Train Hijack: આતંકવાદે ઉચક્યું માથું.. પાકિસ્તાનમાં આખી ટ્રેનનું અપહરણ; સેંકડો મુસાફરોને બનાવ્યા બંધક

Pakistan Train Hijack Pakistan Passenger Train Hijacked, Rebel Group Claims Hundreds Of Hostages

News Continuous Bureau | Mumbai

Pakistan Train Hijack: ભારતના પાડોશી દેશ એક ટ્રેન હાઇજેક કરવામાં આવી હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનમાં, બલૂચ લિબરેશન આર્મીએ બોલાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કર્યું છે. બલૂચ આર્મીએ પણ તમામ મુસાફરોને બંધક બનાવ્યાનો દાવો કર્યો છે. BLA સાથેની અથડામણમાં 6 સૈન્ય જવાનો શહીદ થયા. ટ્રેન સવારે 9 વાગ્યે ક્વેટાથી રવાના થઈ. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેનના તમામ 9 ડબ્બામાં કુલ 450 મુસાફરો હતા. બલૂચ લિબરેશન આર્મીએ તમામ બાળકો, મહિલાઓ અને બલૂચ નાગરિકોને મુક્ત કર્યા છે.

Pakistan Train Hijack: બલોચ લિબરેશન આર્મીએ જવાબદારી લીધી

અહેવાલો અનુસાર BLA એ પહેલા બોમ્બમારો કરીને ટ્રેકને ઉડાવી દીધો, જેના કારણે ટ્રેન અટકી ગઈ. ટ્રેન રોકાતાની સાથે જ બલૂચ આર્મીએ બધા મુસાફરોને કસ્ટડીમાં લઈ લીધા. આતંકવાદી જૂથ બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાન રેલ્વે સંચાલિત પેસેન્જર ટ્રેન, જાફર એક્સપ્રેસ પર નિયંત્રણ મેળવવા અને બલૂચિસ્તાનમાં તમામ મુસાફરોને બંધક બનાવવાની જવાબદારી સ્વીકારી છે.

આ સમાચાર પણ વાંચો :   Pakistan Ultimatum :પાકિસ્તાન પણ ચાલ્યું અમેરિકાના રસ્તે, આ લોકોને દેશ છોડવા માટે આપી દીધું 31 માર્ચ સુધીનું અલ્ટીમેટમ..

Pakistan Train Hijack: મુસાફરોને જાનથી મારી નાખવાની ધમકીઓ

લિબરેશન આર્મીના સભ્યોએ લશ્કરી કાર્યવાહી સામે ચેતવણી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો લશ્કરી કર્મચારીઓ કોઈ કાર્યવાહી કરશે તો બધા બંધકોને મારી નાખવામાં આવશે.

 

Pakistan Train Hijack: Pakistan Passenger Train Hijacked, Rebel Group Claims Hundreds Of Hostages