Site icon

લ્યો કરો વાત. પાકિસ્તાનમાં વડાપ્રધાનનું  ટેલિવિઝન કવરેજ ના થઈ શક્યો એટલે 17 કર્મચારીઓ સસ્પેન્ડ….

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ભારતના પાડોશી દેશ પાકિસ્તાન(Pakistan) માંથી વિચિત્ર સમાચાર સામે આવી રહ્યા છે. અહીં શહેબાઝ શરીફ(Shehbaz sharif) પાકિસ્તાનના કોટ લખપત(Kot Lakhpat) વિસ્તારમાં પ્રવાસે ગયા હતા. અહીં તેમણે રમઝાન બજાર(Ramzaan market) અને જેલની મુલાકાત લીધી હતી. જોકે વડાપ્રધાનનું(prime minister) આ કવરેજ પાકિસ્તાનની નેશનલ ટેલિવિઝન(National television) ચેનલ(TV channel) પર દેખાયું નહોતું. પરિણામ સ્વરૂપ સરકારે તાત્કાલિક પગલાં લઈને 17 કર્મચારીઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. વાત એમ છે કે પાકિસ્તાનની ટેલિવિઝન ચેનલ પાસે હાઇટેક લેપટોપ(High tech laptop) નથી. તેમજ જે વિસ્તારમાં વડાપ્રધાન મુલાકાતે ગયા હતા તે વિસ્તારમાં વિડીયો અપલોડ કરવા માટે લેપટોપ ની જરૂર હતી. જે ઉપલબ્ધ ન થતા વીડિયોની feed સ્ટુડિયો સુધી પહોંચી ન શકે અને વડાપ્રધાન નો કાર્યક્રમ ટેલીકાસ્ટ ન થયો.

આ સમાચાર પણ વાંચો : લ્યો કરો વાત…..  પાકિસ્તાનના સાંસદે કહ્યું અમારા વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય ભિખારી છે.  બીજી તરફ  ચોર- ચોરના સૂત્રોચાર માટે ઇમરાન વિરુદ્ધ કેસ થયો

 આ ગુસ્તાખી માટે પ્રશાસને તાત્કાલિક પગલાં લઈને 17 કર્મચારીઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આમ પાકિસ્તાનમાં એક તરફ ખાવાના ફાંફા છે,  સરકારી કર્મચારીઓને પગાર આપી શકાતો નથી ત્યારે વડાપ્રધાન પોતાના વટ નો સિક્કો જમાવવા નિર્દોષ લોકોને સસ્પેન્ડ કરી રહ્યા છે .

Donald Trump: વ્હાઇટ હાઉસમાં હંગામો! વેનેઝુએલા મુદ્દે ટ્રમ્પ અને એક્સોન મોબિલ સામસામે, શું તેલની દુનિયાના સૌથી મોટા ખેલાડીને ટ્રમ્પ પાઠ ભણાવશે?
Iran Protest 2026: ઈરાનમાં હિંસક પ્રદર્શનો વચ્ચે શું ભારતીયોની ધરપકડ થઈ છે? ઈરાની રાજદૂતે જણાવ્યું સત્ય; જાણો શું છે સ્થિતિ
PM Modi Friedrich Merz Meeting: અમદાવાદથી બર્લિન સુધી ગુંજશે મિત્રતા! સાબરમતીના કિનારે PM મોદી અને જર્મન ચાન્સેલરની મુલાકાત, કરોડોના ડિફેન્સ સોદા પર દુનિયાની નજર
Iran Protest: ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈના આદેશ બાદ પ્રદર્શનકારીઓ પર અંધાધુંધ ફાયરિંગ, અત્યારસુધી થયા આટલા લોકોના કરુણ મોત
Exit mobile version