191
Join Our WhatsApp Community
યુએસ સૈનિકો અફઘાનિસ્તાનથી પરત ફરી રહ્યા છે. આવી સ્થિતિમાં, ચર્ચાએ જોર પકડ્યું છે કે અમેરિકાના ખસી ગયા પછી તાલિબાન અફઘાનિસ્તાન પર કબજો કરશે.
પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશીએ કહ્યું હતું કે જો અફઘાનિસ્તાન પર તાલિબાનનું નિયંત્રણ આવી ગયું તો પાકિસ્તાન તે દેશ સાથે જોડાયેલી સરહદ બંધ કરી દેશે.
પાકિસ્તાન પહેલાથી જ 35 લાખ અફઘાનિસ્તાનીઓને શરણ આપી ચુક્યું છે પરંતુ હવે તે વધુ શરણાર્થીઓને સ્વીકારશે નહીં.
ઉલ્લેખનીય છે કે 1989ના વર્ષમાં તત્કાલીન સોવિયત સંઘની વાપસી બાદ મુજાહિદીન સમૂહો વચ્ચે છેડાયેલી આંતરિક લડાઈના કારણે લાખો અફઘાનિસ્તાનીઓ ભાગીને પાકિસ્તાન આવ્યા હતા.
You Might Be Interested In