Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાની રૂપિયો ગગડ્યો, અમેરિકી ડોલર સામે દેશનું ચલણ રેકોર્ડ સ્તરની નીચી સપાટીએ પહોંચ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની વર્તમાન સરકારમાં છેલ્લા ત્રણ વર્ષ અને ચાર મહિનામાં અમેરિકી ડોલર સામે પાકિસ્તાની રૂપી ૩૦.૫ ટકા નબળો પડ્યો છે. પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય ૧૨૩ રૂપિયાથી ઘટીને ૧૭૭ રૂપિયા થઈ ગયું છે, જે છેલ્લા ૪૦ મહિનામાં ૩૦.૫ ટકાનો ઘટાડો છે. દેશના ઈતિહાસમાં આ સૌથી મોટો ઘટાડો છે. ઢાકાના ચલણમાં રેકોર્ડબ્રેક ઘટાડા બાદ આ બીજાે સૌથી મોટો ઘટાડો છે. પાકિસ્તાનનું ચલણ ૧૯૭૧-૭૨માં ેંજીડ્ઢ સામે રૂ. ૪.૬૦ થી રૂ. ૧૧.૧૦ સુધી ૫૮ ટકા ઘટી ગયું હતું. ભૂતપૂર્વ આર્થિક સલાહકાર ડૉ. અશફાક હસન ખાને જણાવ્યું હતું કે દેશ આર્થિક નીતિ ઘડતરમાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. નાણાકીય સખ્તાઈ અને વિનિમય દરમાં ઘટાડાના કારણે ફુગાવો અને દેવુંમાં વધારો થયો છે.ઇમરાન ખાનની સરકારમાં પાકિસ્તાની રૂપીનું મૂલ્ય ઓગસ્ટ ૨૦૧૮માં ેંજીડ્ઢ સામે ૧૨૩ રૂપીથી ઘટીને ડિસેમ્બર ૨૦૨૧માં ૧૭૭ પર પહોંચી ગયું છે. દેશના ઇતિહાસમાં પાકિસ્તાની રૂપી વિક્રમી નીચી સપાટીએ પહોંચી ગયો છે. અને છેલ્લા ૪૦ મહિનામાં ૩૦.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.

ઇરાકમાં વિસ્ફોટકોનો સીલસીલો યથાવત, મોટરસાઈકલમાં વિસ્ફોટ થતાં ૪ના મોત; પોલીસે તપાસ ચાલુ 

 

Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Rawan Dahan ‘લંકેશની લંકા’માં કેવી રીતે ઉજવાય છે દશેરા? શું શ્રીલંકામાં પણ થાય છે રાવણ દહન? જાણો વાસ્તવિકતા
US Secretary Of State India Visit અમેરિકી વિદેશ મંત્રી ચાર મહિનામાં બીજી વાર ભારતની મુલાકાતે દિલ્હી છોડી મુંબઈજામનગર કેમ જઈ રહ્યા છે? જાણો મોટું કારણ
Netanyahu Remarks On Trump And India “અમેરિકા પર સંપૂર્ણ ભરોસો ન રખાય!” ઇઝરાયલ ચૂંટણી પહેલાં નેતન્યાહૂની ભવિષ્યવાણી ભારતઇઝરાયલ વ્યૂહાત્મક ડીલનું નવું ગણિત
Exit mobile version