કંગાળ પાકિસ્તાન નાદારીના આરે! એક ડોલરનો ભાવ 250ને પાર..

પાકિસ્તાનનું આર્થિક સંકટ ઘટતું જણાતું નથી. દેવાના બોજ હેઠળ દબાયેલા પાકિસ્તાનમાં વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખતમ થવાના આરે પહોંચી ગયો છે

કંગાળ પાકિસ્તાન નાદારીના આરે! એક ડોલરનો ભાવ 250ને પાર..

કંગાળ પાકિસ્તાન નાદારીના આરે! એક ડોલરનો ભાવ 250ને પાર..

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનનું આર્થિક સંકટ ઘટતું જણાતું નથી. દેવાના બોજ હેઠળ દબાયેલા પાકિસ્તાનમાં વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખતમ થવાના આરે પહોંચી ગયો છે અને દેશ રોકડની ગંભીર તંગીનો સામનો કરી રહ્યો છે. આ દરમિયાન તેને વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં અમેરિકી ડોલર સામે પાકિસ્તાની ચલણમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકન ચલણ સામે તે ઘટીને 255 થઈ ગયો.

Join Our WhatsApp Community

પાકિસ્તાની રૂપિયો ખૂબ ગગડ્યો

પાકિસ્તાની રૂપિયો 25 જાન્યુઆરીએ 230 રૂપિયા પ્રતિ ડૉલર પર બંધ થયો હતો. જ્યારે ગુરુવારે 26 જાન્યુઆરીએ બજાર ખુલતાની સાથે જ તેમાં વધુ ઘટાડો થયો હતો અને તે ડોલર સામે 255 રૂપિયા સુધી તૂટી ગયો હતો. આ સ્તર તેનું સૌથી નીચું સ્તર છે. દેશનું ચલણ, જે પહેલેથી જ ઊંચો ફુગાવો અને રોકડની તંગીનો સામનો કરી રહ્યું છે, તે ખરાબ તરફ વળ્યો છે. છેલ્લા એક વર્ષમાં પહેલા પૂર અને પછી આર્થિક સંકટના કારણે પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો:  રોકાણની તૈયારી / આ મોટી વિદેશી કંપનીમાં થશે રિલાયન્સની ભાગેદારી! મુકેશ અંબાણીનો આ છે મેગાપ્લાન

ચલણમાં ઘટાડાનું આ છે મુખ્ય કારણ

પાકિસ્તાનમાં આર્થિક સંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. અન્ય દેશો અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તરફ પોતાનો હાથ લંબાવતા, પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળ તરફથી રાહત પેકેજના આગામી હપ્તાને લગતી તેની કડક શરતો સ્વીકારવા સંમતિ આપી છે. આ સંકેતોની પાકિસ્તાની ચલણ પર ખરાબ અસર પડી છે અને તે ઘટાડાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
PM Narendra Modi: ઇથોપિયાની સંસદમાં ગુંજ્યો ભારતનો અવાજ: PM મોદીએ જીત્યા દિલ, કહ્યું- ‘હું દોસ્તી અને ભાઈચારાનો સંદેશ લાવ્યો છું’.
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
Donald Trump: અમેરિકાના વિઝા મેળવવા હવે લોઢાના ચણા ચાવવા જેવું! ટ્રમ્પે 5 દેશો પર લગાવ્યો ટ્રાવેલ બેન, અન્ય દેશો પર કડક પ્રતિબંધો.
Exit mobile version