News Continuous Bureau | Mumbai
Pakistani soldier અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. છેલ્લા કેટલાક સમયથી બંને તરફથી હુમલાઓ થયા છે, જેમાં અનેક સૈનિકોના મોત થયા છે. જોકે તાલિબાન અને પાકિસ્તાને 48 કલાકના સીઝફાયર માટે પણ સંમતિ આપી હતી. આ દરમિયાન એક અગત્ય ના સમાચાર સામે આવ્યા છે. તાલિબાનના લડાકુઓએ પાક સૈનિકોની પેન્ટને હથિયાર પર લટકાવીને વિજય મનાવ્યો છે.
પાકિસ્તાની સૈનિકો ચોકીઓ છોડીને ભાગ્યા
દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાની સૈનિકો ડ્યુરન્ડ રેખા પાસેની ચોકીઓ છોડીને ભાગી ગયા. આ દરમિયાન અફઘાનિસ્તાનના લડાકુઓએ તેમના હથિયાર લૂંટી લીધા. એટલું જ નહીં, તાલિબાન સૈનિકોએ પાક સૈનિકોની ઊતરી ગયેલી પેન્ટને પણ ઊઠાવી લીધી અને એક ચોક પર ઊભા રહીને ઉજવણી કરી. આ દરમિયાન તેમણે પાક સેનાની પેન્ટને બંદૂક પર લટકાવીને જીતનો દાવો કર્યો.
‘Empty trousers’, recovered from abandoned military posts of Pakistani army near Durand Line displayed in eastern Nangrahar province, Afghanistan. pic.twitter.com/MvjAOsdCgC
— Daud Junbish 🇦🇫 (@DaudJunbish) October 14, 2025
પાકિસ્તાની સૈનિકોના હથિયાર જપ્ત
અફઘાનિસ્તાનના એક પત્રકાર એ જણાવ્યું કે તાલિબાનના જવાબી હુમલા દરમિયાન પાકિસ્તાની સૈનિકો ડ્યુરન્ડ રેખા પાસેની ચોકીઓ છોડીને ભાગી ગયા. અફઘાન લડાકુઓએ તેમના હથિયાર જપ્ત કરી લીધા અને તેને જીતની નિશાની તરીકે રજૂ કર્યા. પાકિસ્તાને કાબુલમાં તહરીક -એ-તાલિબાન પાકિસ્તાનના કેમ્પ્સ પર હુમલો કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi: રશિયન તેલના મુદ્દે ટ્રમ્પના નિવેદન બાદ રાહુલ ગાંધી ભડક્યા, ‘PM મોદી પર લગાવ્યો આવો આરોપ
તણાવની સ્થિતિ
પાકિસ્તાની સેનાએ કાબુલ અને કંધારમાં હવાઈ હુમલો કરી દીધો હતો, જેમાં 15 અફઘાન નાગરિકોના માર્યા જવાની ખબર છે અને 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. તાલિબાને તેનો આકરો જવાબ આપતા સ્પિન-બોલ્ડકમાં સીમા ચોકીઓ પર કબજો કરી લીધો. છેલ્લા ચાર દિવસમાં પાક-તાલિબાન વચ્ચે થયેલા સંઘર્ષમાં અત્યાર સુધી 200 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.