ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જાન્યુઆરી 2022
શુક્રવાર
પાકિસ્તાનમાં ઈશનિંદા માટે મૃત્યુદંડની સજાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મુસ્લિમ યુવતીને બુધવારે પાકિસ્તાનમાં વ્હોટ્સએપ દ્વારા નિંદાત્મક ટેક્સ્ટ મેસેજ અને પ્રોફેટ મુહમ્મદના વ્યંગચિત્રો મોકલવા બદલ દોષી ઠેરવવામાં આવી. જે બાદ રાવલપિંડીની એક અદાલત દ્વારા તેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી.
મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં ઈશનિંદા અત્યંત સંવેદનશીલ મુદ્દો છે, અને તેને પ્રતિબંધિત કરતા કાયદામાં સંભવિત મૃત્યુદંડની સજામાં થઈ શકે છે. જો કે આ ગુના હેઠળ હજી સુધી કોઈને મૃત્યુ દંડ આપવામાં આવ્યો નથી. પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદો ૧૯૮૦માં લશ્કરી સરમુખત્યાર ઝિયા-ઉલ-હકના શાસનમાં લાગુ કરવામાં આવ્યો હતો. જો કે આ કાયદા હેઠળ અત્યાર સુધી કોઈને ફાંસી થઈ નથી. રાવલપિંડીની કોર્ટે આ ર્નિણય સંભળાવ્યો છે. ૨૦૨૦માં તેના મિત્ર ફારૂક હસનાતે તેના પર કેસ કર્યો હતો. પોલીસે યુવતી વિરુદ્ધ પ્રોફેટ વિશે અપશબ્દો કહેવા, ઇસ્લામનું અપમાન કરવા તેમજ સાયબર ક્રાઇમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
મુંબઈમાંથી ફેક વેક્સિનેશન સર્ટિ.નો પર્દાફાશ, આટલા આરોપીની થઇ ધરપકડ; જાણો વિગત
૨૦૨૦ પહેલા, યુવતી અને ફારૂક એક સમયે સારા મિત્રો હતા. આરોપ છે કે બંને વચ્ચે મતભેદ થયા બાદ અનિકાએ ગુસ્સામાં ફારુકને ઈશનિંદાવાળા મેસેજ મોકલ્યા હતા. ફારુકે યુવતીને મેસેજ ડિલીટ કરવા અને માફી માંગવા કહ્યું, પરંતુ તેને ના પાડી. આ પછી ફારુકે યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે યુવતી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. તાજેતરમાં જ, શ્રીલંકાના એક વ્યક્તિને ઈશનિંદાના આરોપમાં ટોળાએ મૃત્યુના ઘાટે ઉતારી દીધો હતો. જે બાદમાં ટોળાએ તેની લાશને પણ સળગાવી દીધી હતી. યુવક સિયાલકોટમાં કાપડના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. પાકિસ્તાનમાં ઈશનિંદા કાયદો ૧૯૮૦માં લશ્કરી સરમુખત્યાર ઝિયા-ઉલ-હકના શાસનમાં લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદા અનુસાર, અત્યાર સુધી કોઈને ફાંસી આપવામાં આવી નથી, પરંતુ પાકિસ્તાનમાં એવી ઘણી ઘટનાઓ બની છે જ્યારે ઈશનિંદાની શંકામાં લોકોની હત્યા કરવામાં આવી હોય.