Site icon News Continuous Bureau | Mumbai

Pakistan Iran Secret Deal| અમેરિકા સાથે મધ્યસ્થતાનો ડોળ અને ઈરાનને હથિયારોની સપ્લાય? પાકિસ્તાનની ગંદી રમતથી દુનિયાભરમાં ખળભળાટ

Pakistan Iran Secret Deal| રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર ઈરાની સૈન્ય વિમાનોને આશરો આપ્યાનો ખુલાસો, અમેરિકી સીનેટરે પાકિસ્તાનની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ.

Pakistan Iran Secret Deal| અમેરિકા સાથે મધ્યસ્થતાનો ડોળ અને ઈરાનને હથિયારોની સપ્લાય? પાકિસ્તાનની ગંદી રમતથી દુનિયાભરમાં ખળભળાટ

Pakistan Iran Secret Deal| અમેરિકા સાથે મધ્યસ્થતાનો ડોળ અને ઈરાનને હથિયારોની સપ્લાય? પાકિસ્તાનની ગંદી રમતથી દુનિયાભરમાં ખળભળાટ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Pakistan Iran Secret Deal| અમેરિકા (America) અને ઈરાન (Iran) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવમાં પાકિસ્તાન શાંતિ સ્થાપિત કરવા માટે મધ્યસ્થ હોવાનો દાવો કરી રહ્યું છે. જોકે, આ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે પાકિસ્તાને ગુપ્ત રીતે ઈરાનના સૈન્ય વિમાનોને પોતાના એરબેઝ પર આશરો આપ્યો હતો. સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, અમેરિકી હુમલાઓથી બચવા માટે ઈરાને પોતાના અત્યંત મહત્વના ગણાતા વિમાનો પાકિસ્તાનમાં છુપાવ્યા હતા. પાકિસ્તાન અત્યારે અમેરિકા અને ચીન (China) બંને સાથેના સંબંધો જાળવવા માટે ‘બેલેન્સિંગ એક્ટ’ કરી રહ્યું હોવાનું જણાય છે.

નૂર ખાન એરબેઝ માં ઈરાની વિમાનોની હાજરી

અહેવાલો અનુસાર, એપ્રિલની શરૂઆતમાં જ્યારે યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી, તેના તુરંત બાદ ઈરાને પોતાના સૈન્ય વિમાનો પાકિસ્તાનના રાવલપિંડી સ્થિત ‘નૂર ખાન એરબેઝ’ પર મોકલી દીધા હતા. આ વિમાનોમાં ઈરાની વાયુસેનાનું અત્યંત આધુનિક RC-130 જાસૂસી વિમાન પણ સામેલ હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકી હુમલામાં આ વિમાનો નષ્ટ ન થઈ જાય તે માટે પાકિસ્તાને ‘ચોર દરવાજે’ ઈરાનને આ મદદ કરી હતી.

અમેરિકી સીનેટરની કડક પ્રતિક્રિયા

આ ઘટસ્ફોટ બાદ અમેરિકી સીનેટર લિન્ડસે ગ્રાહમે પાકિસ્તાનની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, જો આ અહેવાલ સાચો હોય તો પાકિસ્તાન મધ્યસ્થ તરીકે લાયક નથી અને તેની ભૂમિકાનું નવેસરથી મૂલ્યાંકન કરવું પડશે. તેમણે એમ પણ ઉમેર્યું કે પાકિસ્તાનનો ઈતિહાસ જોતા આ સમાચારથી તેમને કોઈ આશ્ચર્ય થયું નથી. આ ઘટનાથી પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ફરી તણાવ આવી શકે છે.

પાકિસ્તાન અને તાલિબાનનો ઈનકાર

બીજી તરફ, પાકિસ્તાન સરકારના વરિષ્ઠ અધિકારીઓએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે નૂર ખાન એરબેઝ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલું છે, તેથી ત્યાં કોઈ પણ બાબત છુપાવવી અશક્ય છે. અફઘાનિસ્તાનમાં પણ ઈરાની વિમાનો પહોંચ્યા હોવાના સમાચાર હતા, પરંતુ તાલિબાનના (Taliban) પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે પણ આ દાવાઓને ખોટા ગણાવ્યા છે. અત્યારે પાકિસ્તાન એક તરફ અમેરિકાને ખુશ રાખવા માંગે છે તો બીજી તરફ તેના હથિયાર સપ્લાયર ચીનને પણ નારાજ કરવા માંગતું નથી.

👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૧૨ મે ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

US Sanctions Mumbai Companies ઈરાન સાથે ઓઈલ વેપાર કરવો મોંઘો પડ્યો અમેરિકાએ મુંબઈની 2 કંપનીઓ અને 5 નાગરિકો પર ઝીંક્યા કડક પ્રતિબંધો
CJP Protest Security Measures CJP ના આંદોલન પહેલાં રેલવેનો મોટો નિર્ણય દિલ્હી આવતી તમામ મેઇલએક્સપ્રેસ ટ્રેનો રદ્દ
Gold Silver Price Jump રોકાણકારોની ચાંદી જ ચાંદી! MCX પર સોનાચાંદીના ભાવ રોકેટ બન્યા જાણો લેટેસ્ટ ભાવ
Stock Market Surge ખુલતા જ ઊછળ્યું શેરબજાર સેન્સેક્સ 452 પોઈન્ટના ઉછાળા સાથે 72,046ની પાર, નિફ્ટીમાં પણ જોરદાર તેજી
Exit mobile version