News Continuous Bureau | Mumbai
ભારતને સતત રંજાડી રહેલા પાકિસ્તાનની(Pakistan) હાલત એટલી ખરાબ છે કે પાકિસ્તાનના પંજાબ(Punjab) પ્રાંતમાં મહિલાઓ(Women) અને બાળકોની(Childrens) સામે યૌન શોષણના ઝડપથી વધતા કેસોને ધ્યાનમાં રાખતાં ગૃહપ્રધાને(Home Minister) ‘ઈમરજન્સી’ (Emergency) જાહેર કરવી પડી છે.
પંજાબના ગૃહપ્રધાન અતા તરારે(Ata Tarar) રવિવારે કહ્યું હતું કે સરકારે બળાત્કારના કેસોમાં(Rape case) નોંધપાત્ર વધારાને પગલે ‘ઈમરજન્સી’ લાગુ કરવી પડી રહી છે. પ્રાંતમાં મહિલાઓ અને બાળકોની સામે યૌન શોષણના કેસો વધારાથી સમાજ અને સરકારી અધિકારીઓ(Social and government officials) માટે એક ગંભીર મુદ્દો બની ગયો છે.
પંજાબમાં દૈનિક ધોરણે બળાત્કારના ચારથી પાંચ કેસો નોંધાઈ રહ્યા છે, જેથી સરકાર યૌન ઉત્પીડન(Sexual harassment), દુર્વ્યવહાર(Abuse) જેવા કેસો માટે વિવિધ ઉપાયો અજમાવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : આ અબજો રૂપિયાનું એલન મસ્ક શું કરશે- દિકરીએ બાપ સાથે છેડો ફાડ્યો અને હવે લિંગ પરિવર્તન પણ કરાવશે- જાણો મસ્ક પરિવારની રામાયણ
અતા તરારે કહ્યું હતું કે સરકારે યૌન શોષણ રોકવા માટે એન્ટિ-રેપ કેમ્પેન(Anti-rap campaign) લોન્ચ કર્યું છે અને વિદ્યાર્થીઓને સ્કૂલોમાં છોકરીઓની કનડગત સામે ચેતવણી ઉચ્ચારી છે. ગૃહપ્રધાને કહ્યું હતું કે હવે માતાપિતાએ તેમના બાળકોને સાવચેત કેવી રીતે રહેવું એ શીખવવું પડશે.
કાયદાપ્રધાન મોહમ્મદ અહમદ ખાનની(Mohammed Ahmed Khan) હાજરીમાં ગૃહપ્રધાને જણાવ્યું હતું કે બળાત્કારના બધા કેસોની કેબિનેટ સમિટી(Cabinet Committee) સમીક્ષા કરશે, જેમાં માનવાધિકાર સંસ્થાઓ(Human rights organizations), શિક્ષકો વગેરેથી મદદ માટે સંપર્ક કરવામાં આવશે. પાકિસ્તાન હાલ લિંગભેદની(sexism) સમસ્યાથી ઝઝૂમી રહ્યું છે અને દેશમાં બધા વર્ગોમાં મહિલાઓની સામે હિંસા થઈ રહી છે. વળી, પાકિસ્તાન ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં(Pakistan Global Gender Gap Index) પણ 156 દેશોમાં 153મો ક્રમાંક ધરાવે છે. જેથી પંજાબમાં બળાત્કારના કેસો સામે સરકારે ઈમરજન્સી નું હથિયાર ઉગામ્યું છે.