News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનની સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત દ્વારા PM પદેથી હકાલપટ્ટી બાદ ઈમરાન ખાનના(Imran khan) સાથીઓ પર સિકંજો કસવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાની મીડિયા અહેવાલો મુજબ પાકિસ્તાનની ટોચની તપાસ એજન્સી દ્વારા પદભ્રષ્ટ વડાપ્રધાન(PM) ઈમરાન ખાનના છ મુખ્ય સહાયકોના નામ 'સ્ટોપ લિસ્ટ'(Stop list)માં મૂકવામાં આવ્યા છે.
એટલે કે હવે ઈમરાન ખાનના આ 6 નજીકના મિત્રો પાકિસ્તાન છોડીને બહાર જઈ શકશે નહીં.
જેમને સ્ટોપ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે તેમાં ઈમરાન ખાનના ભૂતપૂર્વ ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સેક્રેટરી આઝમ ખાન, ભૂતપૂર્વ સ્પેશિયલ આસિસ્ટન્ટ ઑન પોલિટિકલ શાહબાઝ ગિલ, ભૂતપૂર્વ આંતરિક સુરક્ષા સલાહકાર શાહબાઝ અકબર, ડિરેક્ટર-જનરલ ઑફ પંજાબ ગોહર નફીસ, ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પંજાબ ઝોનના ડિરેક્ટર-જનરલ મોહમ્મદ રિઝવાન તથા પાકિસ્તાન-તેહરિક-એ-ઇન્સાફ પાર્ટીના સોશિયલ મીડિયા હેડ અર્સલાન ખાલિદનો થાય છે.
આ સમાચાર પણ વાંચો : હવે પાકિસ્તાનની સત્તામાં પરિવર્તન થયું એટલે આ ભ્રષ્ટાચારી નેતા લંડનથી પાકિસ્તાન આવશે અને સત્તામાં હિસ્સો લેશે. જાણો વિગતે