ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
28 સપ્ટેમ્બર 2020
વિશ્વમાં એક તરફ કોરોનાની મહામારીએ લોકોના જીવ અધ્ધર કર્યા છે તો બીજી તરફ અમેરિકાના ટેક્સસાના આઠ શહેરોના પાણીમાં એવા બેકટેરિયા જોવા મળ્યાં છે જે વ્યક્તિના મગજને કોરી ખાઇ છે.
આ ગંભીર સ્થિતિ જોઇ અમેરિકાના ટેકસાસ શહેરે તો મહાઆપત્તિ જાહેર કરી દીધી હતી. પર્યાવરણ ગુણવત્તા અંગેના ટેક્સસાના કમિશનરે બ્રાઝોસ્પોર્ટ વોટર ઓથોરિટી દ્વારા એક માર્ગદર્શીકા બહાર પાડી, તમામ ગ્રાહકોને જેમાં વ્યક્તિના મગજને ખાઇ જનાર અમીબા નાઇગ્લેરિયા ફોલેરીના અંશો હોય તે પાણી નહીં પીવા સલાહ આપી હતી.
સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, મગજને ખાઇ જનાર અમીબા સામાન્ય રીતે ગરમ ઝરણા, નદીઓ, ઉષ્ણ તળાવો અને માટીમાં જોવા મળે છે. ઉપરાંત રસાયણની ફેકટરીઓમાંથી સ્વચ્છ કર્યા વગર છોડેલા ગરમ પાણી અને ક્લોરોક્વિન વગરના સ્વિમિંગના પાણીમાં પણ હોય છે.
જો કે એક સિવાયના તમામ રસાયણીક એકમોને સાફ કરી દેવાયા અને નગરજનોને જ્યાં સુધી આ પાણીને બહાર ફેકવામાં ન આવે ત્યાં સુધી પાણીજન્ય રોગને ફેલાવે એવા પાણી નહીં પીવા આગ્રહ કરવામાં આવ્યો હતો.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ગઈ આઠમી સપ્ટેમ્બરે છ વર્ષના એક બાળકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યારે આ બેકટરિયાની જાણ થઇ હતી. આ બાળકને બે કારણોસર બિમારી લાગુ પડી હશે, એવું ડૉક્ટર નું અનુમાન છે. . એક, લેક જેકસન નાગરિક સુવિધા કેન્દ્ર સામેનો પાણીનો ફુવારો અથવા તો બાળકના ઘરની ચોકડીમાંથી છોડવામાં આવેલા ગંદા પાણીથી.. ત્યાર બાદ આવા અનેક કિસ્સો સામે આવ્યા બાદ પ્રશાસને જરૂરી પગલાં લેવા શરૂ કરી દીધાં છે..