Site icon

લો કરો વાત- ભારતના આ પાડોશી દેશમાં પાણીપુરીના વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ- સરકારના આ નિર્ણયથી સૌ કોઈ અચંબામાં

News Continuous Bureau | Mumbai 

ભારતના પાડોશી દેશ નેપાળ(Nepal)ની સરકારે રાજધાની કાઠમાંડૂમાં એવો પ્રતિબંધ લગાવ્યો છે જેને સાંભળીને તમને આશ્ચર્ય થશે. મીડિયા રિપોર્ટ મુજબ સ્વાસ્થ્ય મંત્રાલયે(Health ministry) કાઠમાંડૂ(Kathmandu) ઘાટીના લલિતપુર મેટ્રોપોલિટન સિટીમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધનું કારણ કોલેરાનો ફેલાવો હોવાનું કહેવાય છે. ખીણમાં કોલેરા(Cholera)ના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી સ્થાનિક પ્રશાસને પાણીપુરી(Panipuri)ના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. લલિતપુર મેટ્રોપોલિટન સિટીના સ્થાનિક પ્રશાસને પાણીપુરીમાં વપરાતા પાણીમાં કોલેરાના બેક્ટેરિયા(Bacteria) હોવાના દાવા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Join Our WhatsApp Community

સ્થાનિક આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કાઠમંડુ મહાનગરમાં કોલેરાના 5 કેસ અને ચંદ્રગિરી નગરપાલિકા અને બુધનીલકંઠ નગરપાલિકામાં એક-એક કેસ નોંધાયા છે. હવે આ સંખ્યા 12 પર પહોંચી ગઈ છે. આ દર્દીઓની સારવાર ટેકૂ સ્થિત સુકરરાજ ટ્રોપિકલ એન્ડ ઈન્ફેક્શિય ડિઝીઝ હોસ્પિટલ(Sukarraj Tropical and Infectious Diseases Hospital)માં ચાલી રહી છે. ચેપગ્રસ્ત પૈકી બે સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ- કોંકણ સહિત મહારાષ્ટ્રમાં વરસાદને લઈને કરવામાં આવી આ આગાહી- જાણો કયારે પડશે વરસાદ

દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને સલાહ આપી છે કે કોલેરા પણ લક્ષણ જોવા મળતાં જ નજીકની હોસ્પિટલનો સંપર્ક કરે. સરકારે લોકોને અપીલ કરી કે તે વરસાદ અને ગરમીની સિઝનમાં ફેલાનાર પાણીજન્ય બિમારી જેમ કે ઝાડા, કોલેરાથી સાવધાન રહે.

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version