ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઓગસ્ટ, 2021
મંગળવાર
તાલિબાનીઓએ પોતાની શક્તિ અને બંદૂકોનાં જોરે અફઘાનિસ્તાન પર કબ્ઝો જમાવી લીધો છે. જેના માટે દુનિયાભરમાંથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
ચીન અને પાકિસ્તાનને બાદ કરતા મોટાભાગનાં દેશોમાંથી જટિલ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. પરંતુ આ દરમિયાન ભારતનાં એક રાજકીય પક્ષે તાલિબાનનાં આ કૃત્યને ટેકો આપ્યો છે
પીસ પાર્ટીનાં નેતા શાદાબ ચૌહાણે એક ટ્વીટમાં તાલિબાનીઓને ફ્રીડમ ફાઇટર ગણાવ્યા છે.
તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે ‘તાલિબાનને શુભેચ્છાઓ કે તેમણે શાંતિથી સત્તા હાંસલ કરી. એવી આશા રાખવામાં આવે છે કે તે એહકામ-એ-ઇલાહી નિઝામ-એ-મુસ્તફાનું શાસન સ્થાપશે જેમાં કોઇપણ નાગરિક સામે ભેદભાવ નહીં હોય. દરેકને ન્યાય મળશે. અમે શાંતિ અને ન્યાયની તરફેણમાં છીએ.’
જોકે તેમના ટ્વીટ બાદ જ્યારે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા ત્યારે તેમણે આ ટ્વીટને પોતાના ટ્વિટર હેન્ડલ પરથી હટાવી દીધુ.
‘ધર્માત્મા’થી ‘કાબુલ એક્સપ્રેસ’ : આ બૉલિવુડ ફિલ્મો અફઘાનિસ્તાનની ધરતી પર બનેલી છે