રશિયા-યુક્રેન યુદ્ધમાં પીસાઈ નિર્દોષ જનતા, જ્યાં મિસાઈલ પડી ત્યાં લોકો હવે પોતાના ઘરનો કાટમાળ ભેગો કરી રહ્યા છે.. જુઓ વિડીયો, જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,          

સોમવાર,

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં ખાસ કરીને યુક્રેનની હાલત ખૂબ જ ખરાબ છે. અહીં રશિયન સેના જગ્યાએ જગ્યાએ મિસાઈલ છોડી રહી છે, જેનાથી લોકોના ઘર બરબાદ થઈ રહ્યા છે. બે દેશોની લડાઈમાં ગરીબ નાગરિકો જીવાતની જેમ કચડાઈ રહ્યા છે. રશિયન સેના યુક્રેનમાં ઊંડે સુધી ઘૂસી ગઈ છે અને શહેરોમાં તબાહી મચાવી રહી છે. રહેણાંક ઈમારતો પર મિસાઈલ છોડવામાં આવી રહી છે, જેના કારણે ઈમારતો જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે. 

આવી સ્થિતિમાં યુક્રેનથી એક ખૂબ જ દર્દનાક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો રહેણાંક ઈમારતોની બહાર પોતાના ઘરનો કાટમાળ ભેગો કરતા જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ દિલ તોડી નાખે છે, કેવી રીતે લોકોએ પૈસા ભેગા કરીને પોતાનું ઘર બનાવ્યું હશે અને તે એક જ ઝટકામાં નાશ પામ્યું અને આમાં તેમની કોઈ ભૂલ પણ નથી.

મુંબઈમાં આગનું સત્ર ચાલુ, કાંજુરમાર્ગમાં હાઈ રાઈઝ બિલ્ડિંગમાં લાગી આગ; જુઓ વિડીયો, જાણો વિગત 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે મિસાઈલના કારણે બહુમાળી ઈમારતો જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે અને લોકો બહાર કાટમાળ એકઠો કરતા જોવા મળી રહ્યા છે. લાકડા અને લોખંડ ઉપાડીને વાહનોમાં રાખવામાં આવી રહ્યા છે. બાળકો મિસાઈલ હુમલામાં બચી ગયેલા ઝુલાઓ પર ઝૂલતા જોવા મળે છે. આ ખૂબ જ પીડાદાયક દૃશ્ય છે. જેમના ઘર કોઈ પણ ભૂલ વગર બરબાદ થઈ જાય છે તેમની પીડા તમે ભાગ્યે જ સમજી શકો. આ દર્દનાક વીડિયો ભારતમાં ઉંચી પોસ્ટ ધરાવતા IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે ‘જ્યાં મિસાઈલ પડી ત્યાં લોકો હવે પોતાના ઘરનો કાટમાળ ભેગો કરી રહ્યા છે, બાળકો નજીકના ઝુલા ઝૂલી રહ્યા છે. બાળકો પર યુદ્ધની ઘણી અસર થાય છે. હું ઈચ્છું છું કે કોઈ બાળકને યુદ્ધનો દિવસ ન જોવો પડે અને તમામ મુદ્દાઓનો શાંતિપૂર્ણ ઉકેલ આવે. 

45 સેકન્ડ નો આ વીડિયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે, જ્યારે લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું, ‘દુર્ભાગ્યે લાખો બાળકો માટે યુદ્ધની ભયાનકતા એ સામાન્ય ઈકો-સિસ્ટમ છે, કારણ કે તેઓએ આ સિવાય બીજું કંઈ જોયું નથી’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે આ એક હૃદયદ્રાવક વીડિયો છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More