ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જાન્યુઆરી 2022
ગુરુવાર.
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવાના નામે ચીન (ઝ્રરૈહટ્ઠ) પોતાના જ દેશના લોકો પર ભયંકર અત્યાચાર કરી રહ્યું છે અને ચીનથી આવી રહેલા અહેવાલો હ્રદયસ્પર્શી છે. રિપોર્ટ અનુસાર, ચીનમાં કોરોના સંક્રમિત લોકોને શી જિનપિંગના અધિકારીઓએ લોખંડના બોક્સમાં બંધ કરીને રાખ્યા છે અને ચીનમાં ૨ કરોડથી વધુ લોકોને કેદમાં રાખવામાં આવ્યા છે. શી જિનપિંગે ઝીરો કોવિડ પોલિસીના નામે લોકો પર અત્યાચારની તમામ હદો વટાવી દીધી છે.
રિપોર્ટ અનુસાર ચીનના શિયાન, આન્યાંગ અને યુઝોઉ પ્રાંતમાં કોરોના સંક્રમિત દર્દીઓને લોખંડના બોક્સમાં બંધ રાખવામાં આવી રહ્યા છે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે ગર્ભવતી મહિલાઓને પણ લોખંડના બોક્સમાં બંધ કરી દેવામાં આવી છે. આ સાથે કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને પણ અલગ-અલગ બોક્સમાં બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી તેઓ અન્ય લોકોને ચેપ ન લગાડી શકે.
અહેવાલમાં જણાવ્યું છે કે, શિઆન સહિત અન્ય કેટલાક શહેરોમાં કુલ ૨૦ મિલિયનથી વધુ લોકો કેદ થયા છે. શિઆન શહેરમાં, ૧૩ મિલિયન લોકો ક્વોરૅન્ટાઇનના નામે તેમના ઘરોમાં કેદ છે અને તેમને કોઈપણ સંજાેગોમાં તેમના ઘરની બહાર નીકળવાની મંજૂરી નથી. સેંકડો લોકો બોક્સમાં બંધ થઈ ગયા છે. આ લોકોને બોક્સ સાથે ટોઇલેટ આપવામાં આવે છે અને બે અઠવાડિયા સુધી લોખંડના બોક્સમાં રહેવા માટે મજબૂર કરવામાં આવે છે.
સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આ ચાર લોકોના કારણે ૮૩ લોકો કોરોના સંક્રમિત થયા છે. ડાલિયન ઉપરાંત, તિયાનજિનમાં પણ ૧૪ મિલિયન લોકો સખત કોવિડ પ્રતિબંધો હેઠળ છે અને ધીમે ધીમે ત્યાં કડક પગલાં લઈ રહ્યા છે. તિયાનજિનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ સ્થાનિક કોવિડ સંક્રમિત મળી આવ્યા છે, જે બાદ કડકાઈ વધુ વધારવામાં આવી છે.