News Continuous Bureau | Mumbai
US Presidential Election: ભારતીય મુળના વિવેક રામાસ્વામી જે અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ આયોવામાં સીએનએન ટાઉન હોલમાં સંબોધન કરતી તેમને પુછવામાં આવતા હિંદુ ધર્મ ( Hindu religion ) વિશે જણાવતા કહ્યું હતું કે, “હું એકહિંદુ છું. મને શીખવવામાં આવ્યું છે કે ભગવાને આપણને બધાને અહીં એક હેતુ માટે મોકલ્યા છે. હું ધર્માંતરણ કરનાર નકલી હિંદુ નથી. હું મારી રાજકીય કારકિર્દી માટે જૂઠું બોલી શકતો નથી”, આ જવાબ સાંભળી સભામાં બેઠેલા દરેક હિંદુઓ ખુશ થઈ ગયા હતા. ઉ્લ્લેખનીય છે કે, વિવેક રામાસ્વામીનું નામ હંમેશા આવા નિવેદનને કારણે ચર્ચામાં રહ્યું છે. ક્યારેક તેઓ હિંદુ દેવી-દેવતાઓની પૂજા કરવા માટે તો ક્યારેક વડાપ્રધાન મોદીના વખાણ કરવા માટે ચર્ચાઓમાં રહે છે.
નોંધનીય છે કે, વિવેક રામાસ્વામી ( Vivek Ramaswamy ) ભારતીય મૂળના ( Indian origin ) છે. હાલ રામાસ્વામી યુએસમાં રાષ્ટ્રપતિ ( Presidency ) પદ માટે ચૂંટણી લડી રહ્યા છે . રામાસ્વામી પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આજે પણ તે પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. પ્રાપ્ત માહિતી મુજબ, વિવેક રામાસ્વામી આયોવામાં સીએનએન ટાઉન હોલમાં સંબોધન કરી રહ્યા હતા. આ વખતે રિપબ્લિકન પાર્ટીના ગિની મિશેલે રામાસ્વામીને હિંદુ ધર્મ વિશે પૂછ્યું. હિંદુ રાષ્ટ્રપતિ અમેરિકા ( US ) કેવી રીતે ચલાવી શકે? ઘણા લોકો વિચારે છે કે તમે અમેરિકાના રાષ્ટ્રપતિ ન બની શકો. કારણ કે જે ધર્મના આધારે આપણા પુર્વજોએ અમેરિકાની સ્થાપના કરી હતી. તમે તે અમેરિકાના ધર્મમાં માનતા નથી.
ધર્મ પ્રચાર એ અમેરિકી રાષ્ટ્રપતિનું કામ નથી: વિવેક રામાસ્વામી..
તેના જવાબમાં રામાસ્વામીએ કહ્યું કે હું આ વાત સ્વીકારતો નથી. હું માનું છું કે આપણે બધા સમાન છીએ. કારણ કે ભગવાન આપણા બધામાં છે. હું ખ્રિસ્તી ધર્મને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ પ્રમુખ બની શકતો નથી. ધર્મ પ્રચાર એ અમેરિકી રાષ્ટ્રપતિનું ( US President ) કામ નથી. પરંતુ હું ચોક્કસપણે તે મૂલ્યોનું પાલન કરીશ જેના પર અમેરિકાની સ્થાપના કરવામાં આવી હતી. તેના જવાબથી ટાઉનહોલમાં ઉમટી પડેલી ભીડ સ્તબ્ધ થઈ ગઈ હતી. પરંતુ તેમના નિવેદનના કારણે ભારતમાં ફરી એકવાર રામાસ્વામીની ચર્ચા થઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : Sanjay Dutt Daughter Trishala: સંજય દત્ત ની દીકરી ત્રિશલા આવી લાઇમલાઇટમાં, આસ્ક મી સેશન દરમિયાન જાહેર કરી આવી ઈચ્છા
ઉલ્લેખનીય છે કે, વિવેક રામાસ્વામી ભારતીય મૂળના છે. તેઓ રિપબ્લિકન પાર્ટીના ( Republican Party ) અમેરિકન નેતા ( American leader ) છે. તેઓ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના ઉમેદવાર છે. રામાસ્વામી 38 વર્ષના છે. રામાસ્વામીનો જન્મ ઓહાયોમાં થયો હતો. રામાસ્વામીના માતા-પિતા ભારતમાંથી સ્થળાંતર કરીને આવ્યા હતા. તેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી બાયોલોજીમાં ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેમણે યેલ લો સ્કૂલમાં આગળનું શિક્ષણ પૂર્ણ કર્યું.
તેમજ રામાસ્વામી હેજ ફંડ રોકાણકાર તરીકે કામ કરતા હતા. યેલમાંથી સ્નાતક થયા પહેલા રામાસ્વામીએ ખૂબ પૈસા કમાવ્યા હતા. રામાસ્વામીએ 2014માં પોતાની બાયોટેક કંપની રોઇવન્ટ સાયન્સ (ROIV.O)ની સ્થાપના કરી હતી. આ કંપનીએ મોટી કંપનીઓ પાસેથી એવી દવાઓની પેટન્ટ ખરીદી છે, જે સંપૂર્ણ રીતે વિકસિત નથી. તેમણે 2021માં સીઈઓ પદેથી રાજીનામું આપ્યું હતું. પરંતુ તેઓ 2023 સુધી કંપનીમાં સીઈઓ રહ્યા. 2022 માં, રામાસ્વામીએ સ્ટ્રાઇવ એસેટ મેનેજમેન્ટની સહ-સ્થાપના કરી. ફેબ્રુઆરી 2023 માં, રામાસ્વામીએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી.