Site icon

એક તરફ ભારત ને ધિક્કારે છે અને બીજી તરફ ભારતની નાગરિક્તા માંગવામાં પાકિસ્તાનીઓ મોખરે. જાણો રસપ્રદ માહિતી..

Parliament Monsoon Session: In the last six months, 87 thousand people in India left their citizenship

Parliament Monsoon Session: દર વર્ષે આટલા લોકો છોડી રહ્યા છે ભારતીય નાગરીકતા… વિદેશ મંત્રીએ આપેલ માહિતીમાં ચોંકવાનારો આંકડો સામે આવ્યો…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 02 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

ગુરુવાર 

આંકડાઓ પ્રમાણે ભારતની નાગરિકતાની સૌથી વધારે માગણી પાકિસ્તાનીઓ દ્વારા કરવામાં આવેલી છે. છેલ્લા ૫ વર્ષથી પાકિસ્તાની અલ્પસંખ્યકોએ ભારતના શરણમાં આવવાનું ચાલુ કરી દીધું છે. કુલ ૭,૭૮૨ પાકિસ્તાનીઓએ ભારતની નાગરિકતા માટે અપીલ કરી છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ઝ્રછછ અને દ્ગઇઝ્રને લઈ વિસ્તારપૂર્વકની જાણકારી આપી હતી. આ દરમિયાન તેમણે સદનમાં અમુક એવા આંકડાઓ રજૂ કર્યા જેના કારણે સૌ કોઈ ચોંકી ઉઠ્‌યુ હતું. નિત્યાનંદ રાયે જણાવ્યું કે, છેલ્લા ૫ વર્ષમાં ૮૭ દેશના કુલ ૧૦,૬૪૬ લોકોએ ભારતની નાગરિકતા માગી છે.  તે સિવાય આ યાદીમાં બીજા નંબરે અફઘાનિસ્તાનનું નામ છે અને ત્યાંના ૭૯૫ લોકો ભારતના નાગરિક બનવા માટે તૈયાર જણાઈ રહ્યા છે.  ત્રીજા નંબરે ૨૨૭ અમેરિકાન્સ, ચોથા ક્રમે શ્રીલંકાના ૨૦૫ લોકો અને પાંચમા ક્રમે પાડોશી દેશ બાંગ્લાદેશના ૧૮૪ લોકોએ હિંદુસ્તાનની નાગરિકતા માટે અપ્લાય કરેલું છે.  જાે છેલ્લા ૧૦ વર્ષની વાત કરીએ તો આ યાદીમાં બાંગ્લાદેશ, પાકિસ્તાનને પછાડીને નંબર-૧ બની જાય છે. આંકડાઓ પ્રમાણે છેલ્લા ૧૦ વર્ષમાં ૧૫,૧૭૬ બાંગ્લાદેશીઓએ ભારતની નાગરિકતા માગી છે. જ્યારે ૪,૦૮૫ પાકિસ્તાનીઓ એવા પણ છે જેમને ભારતના શરણમાં આવવાનું યોગ્ય લાગ્યું. લેખિત ઉત્તરમાં કહેવામાં આવ્યું હતું કે, ૨૦૧૭ના વર્ષમાં ૧,૩૩,૦૪૯ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી હતી. જ્યારે ૨૦૧૮ના વર્ષમાં ૧,૩૪,૫૬૧ લોકોએ ભારતીય સદસ્યતા છોડી. ૨૦૧૯માં ૧,૪૪,૦૧૭ ભારતીયોએ પોતાની સદસ્યતા છોડી. ૨૦૨૦માં ૮૫,૨૪૮ લોકોએ અને ૨૦૨૧ના વર્ષમાં ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં ૧,૧૧,૨૮૭ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે.  એક તરફ અનેક લોકો દ્વારા ભારતીય નાગરિકતાની માગણી કરવામાં આવી છે તો એક વર્ગ એવો પણ છે જેણે પોતાની ભારતીય નાગરિકતાનો ત્યાગ કરીને અન્ય દેશોની નાગરિકતા અપનાવી છે. છેલ્લા ૫ વર્ષમાં ૬ લાખ કરતા પણ વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે.

 

શોકિંગ! ચીનમાં બાળકને લગાડવામાં આવી રહ્યા છે મરઘાના લોહીના ઈન્જેકશન.જાણો વિગત

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Exit mobile version