ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022
બુધવાર
શ્રીલંકા બાદ હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારીથી જનતા હેરાન પરેશાન છે, કારણ કે ઈમરાન સરકારના રાજમાં પેટ્રોલની કિમંતો બમણી થઈ રહી છે. એટલે જાણો સરકાર જનતા પર પેટ્રોલ બોમ્બનો વાર કરતી હોય તેમ જણાઈ રહ્યું છે.
મીડિયામાં પ્રકાશિત અહેવલો મુજબ પાકિસ્તાન સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ 10થી 12 રૂપિયા પ્રતિ લિટર વધારી દીધા છે. પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતોમાં 12.03 રૂપિયા પ્રતિ લિટર હાઈ સ્પીડ ડીઝલની કિંમતોમાં 9.53 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય લાઈટ ડીઝલ ઓઈલની કિંમતમાં 9.43 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે અને કેરોસીનના ભાવમાં પણ 10.08 રૂપિયા પ્રતિ લિટર વધારી દેવાયો છે.
ટેન્શનનો આવ્યો અંત, રશિયાએ યુક્રેનની સરહદ પરથી હટાવી સેના; આ છે કારણ
આ ભાવ વધારા બાદ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 147.82 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 159.86 રૂપિયા પ્રતિ લિટર અને હાઈ સ્પીડ ડીઝલની કિંમત 144.622 રૂપિયા વધારીને 154.15 રૂપિયા પ્રતિ લિટર કરી દેવાઈ છે. આ સિવાય લાઈટ ડીઝલ ઓઈલના ભાવ 114.54 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 123.97 રૂપિયા કરી દેવાયુ છે. કેરોસીનના ભાવમાં 116.48 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 126.56 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે.