Site icon

Philippines Earthquake: ફિલિપાઈન્સમાં આવ્યો 6.7 તીવ્રતાના ભૂકંપ, આટલા લોકોના થયા મોત… સેંકડો ઘાયલ..

Philippines Earthquake: દક્ષિણ ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ફિલિપાઈન્સના દક્ષિણ ભાગમાં સ્થિત બુરિયાસથી 26 કિલોમીટર દૂર અને 78 કિલોમીટર ભૂગર્ભમાં હતું.

hilippine earthquake death toll rises to 6

hilippine earthquake death toll rises to 6

News Continuous Bureau | Mumbai 

Philippines Earthquake: દક્ષિણ ફિલિપાઈન્સ (south Philippines) માં શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપ (Earthquake) ના કારણે કેટલીક ઈમારતોની છત ધરાશાયી થઈ ગઈ હતી. ભૂકંપ (Earthquake) ના કારણે મૃત્યુઆંક (Death) વધીને છ થઈ ગયો છે, જ્યારે અન્ય બે લાપતા છે. સ્થાનિક અધિકારીઓ કાટમાળ નીચે દટાયેલા બે લોકોને શોધી રહ્યા છે. ડિઝાસ્ટર એજન્સીએ શનિવારે આ જાણકારી આપી. જોકે સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

Join Our WhatsApp Community

6.7ની તીવ્રતાનો ભૂકંપ

યુ.એસ. જીયોલોજીકલ સર્વેએ અહેવાલ આપ્યો છે કે ફિલિપાઈન્સના દક્ષિણ છેડે, બુરિયાસથી 26 કિલોમીટર (16 માઈલ) દૂર 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમણે કહ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ 78 કિલોમીટર (48 માઈલ)ની ઊંડાઈએ હતું.

બે મોટા મોલની છત પડી

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં બે મોટા મોલની છત પડી રહી છે અને થાંભલા હલી રહ્યા છે અને લોકો ભયથી ચીસો પાડી રહ્યા છે. ‘SM સિટી જનરલ સેન્ટોસ’ મોલ અને ‘રોબિન્સન જાન સાન’ મોલને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર મોટાભાગના મકાનો અને ઈમારતોને નજીવું નુકસાન થયું છે. આ સિવાય બે મોટા મોલની છત પડી ગઈ છે. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે મોલના થાંભલા ધ્રૂજી ગયા હતા અને લોકો ગભરાઈ ગયા હતા.

આ સમાચાર પણ વાંચોઃ Cyrus Poonawalla: કોરોના વેક્સિન બનાવનાર ડૉ. સાયરસ પૂનાવાલાને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ.. જાણો વિગતે…

વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી

ઉલ્લેખનીય છે કે પેસિફિક ‘રીંગ ઓફ ફાયર‘ (ring of fire) પર સ્થિત હોવાને કારણે, ફિલિપાઈન્સ વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાનો અનુભવ કરે છે. ‘રિંગ ઓફ ફાયર’ એ પ્રશાંત મહાસાગર ના(Pacific ocean) તે ભાગમાં ધનુષ આકારની રેખા છે જ્યાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી (Volcano) છે.

US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
Exit mobile version