ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
10 ડિસેમ્બર 2020
યુરોપના સૌથી વધુ પ્રિય પર્યટન સ્થળો પૈકી એક ભારે વરસાદ અને પવન સહિત ખરાબ હવામાનનો સામનો કરી રહ્યો છે. જેના કારણે વેનિસ શહેરમાં પાણી ફરી વળ્યાં છે. કોરોનાની ભરતી બાદ ઇટાલિયન શહેર વેનિસ એક અન્ય પૂરનો સામનો કરી રહ્યું છે.

મીડિયા અનુસાર, પૂરના પાણી 122 સે.મી.ની ઊંચાઈએ પહોંચ્યા હતા. કારણ કે પડોશી દેશ ક્રોએશિયાથી જોરદાર પવન ફૂંકાયો હતો અને ઐતિહાસિક યુરોપિયન શહેર ચારે બાજુથી પાણી પાણી થઈ ગયું છે.

# શહેરમાં લેવાયેલા એક ફોટો બતાવે છે કે સેન્ટ માર્કનું સ્ક્વેર પૂરથી ભરાઈ ગયું છે.

# આ શહેરને 3 મીટર (10 ફૂટ) સુધીના ભરતી સામે રક્ષણ આપવા માટે બનાવવામાં આવેલાં દરવાજાને પણ ખોલી નાખવા પડયા હતા.

# ક્રોએશિયાથી જોરદાર પવન ફૂંકાયો હતો તેનાં લીધે વેનિસની આજુબાજુ સમુદ્ર નજીકની બે નદીઓ છલકાઇ ગઇ હતી

# વેનિસમાં ભરતીની આગાહી કરવામાં આવી છે. મોજાના પાણી બુધવાર સુધીમાં પાણી 120 સે.મી. અને ગુરુવારે 135 સે.મી.સુધી ઊછળશે.

