Site icon

Plane Crash: ગજબ કે’વાય.. અમેરિકામાં હાઇવે પર દોડતી કાર ને વિમાને મારી ટક્કર.. પણ કેવી રીતે? જુઓ આ વિડીયોમાં

Plane Crash: અમેરિકામાં હાઇવે પર દોડતી એક કારને એક પ્લેનએ ક્કર મારી હતી.પ્લેનના ક્રેશ લેન્ડિંગને કારણે ડ્રાઈવર અને પાયલટ બંને ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

Plane crashes into car on US highway injuring pilot and driver

Plane crashes into car on US highway injuring pilot and driver

News Continuous Bureau | Mumbai 

 Plane Crash: સંયુક્ત રાજ્ય અમેરિકાના મિનેસોટા રાજ્યના બ્રુકલિન પાર્ક શહેરમાં એક અકસ્માત થયો છે. આ અકસ્માત મંગળવારે સવારે થયો હતો. મંગળવારે સવારે વાહનોથી ભરેલા હાઈવે પર અચાનક કંઈક એવું બન્યું જે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે. હાઇવે પર દોડતી એક કારને એક પ્લેનએ ક્કર મારી હતી. વાંચીને અજીબ લાગશે અને તમારા મનમાં એક પ્રશ્ન પણ આવશે કે હાઈવે પર દોડતી કારને પ્લેન કેવી રીતે ટક્કર મારી શકે? વાસ્તવમાં પ્લેનના ક્રેશ લેન્ડિંગને કારણે તે હાઇવે પર આવીને પાછળથી એક કારને ટક્કર મારી હતી. જેના કારણે થોડો સમય ટ્રાફિક વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ હતી.

Join Our WhatsApp Community

જુઓ વિડીયો

ડ્રાઈવર અને પાયલોટ ઘાયલ

પ્લેનના ક્રેશ લેન્ડિંગને કારણે ડ્રાઈવર અને પાયલટ બંને ઈજાગ્રસ્ત થયા હતા. બંનેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, બંનેમાંથી કોઈને ગંભીર ઈજા થઈ ન હતી. વિમાન કદમાં પણ નાનું હતું અને તેના કારણે દુર્ઘટના બહુ ગંભીર નહોતી.

આ સમાચાર પણ વાંચોઃ  Rescue Operation : નાળિયેરના ઝાડમાં ફસાયો સાપ, રેસ્ક્યુ દરમિયાન યુવક પર કર્યો થયો હુમલો, જુઓ અંતે શું થયું..

અકસ્માતનું કારણ શું?

પ્લેન નજીકના એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું, પરંતુ અચાનક ટેક્નિકલ ખામી સર્જાય અને તેના કારણે પ્લેનનો પાવર ખોવાઈ ગયો. આવી સ્થિતિમાં પાયલોટે રેડિયો પર ઈમરજન્સી જાહેર કરવી પડી હતી અને પ્લેનને કોઈ મોટા હાઈવે પર લેન્ડ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો જેથી કરીને કોઈ મોટી દુર્ઘટનાની શક્યતાને ટાળી શકાય. હાઈવે પર ઘણા વાહનો હતા અને પ્લેન હાઈવે પર ઉતરી રહ્યું હતું ત્યારે સામેથી એક કાર આવી અને તેના કારણે આ અકસ્માત થયો. જોકે કાર અને પ્લેનને વધુ નુકસાન થયું નથી.

Donald Trump: વ્હાઇટ હાઉસમાં હંગામો! વેનેઝુએલા મુદ્દે ટ્રમ્પ અને એક્સોન મોબિલ સામસામે, શું તેલની દુનિયાના સૌથી મોટા ખેલાડીને ટ્રમ્પ પાઠ ભણાવશે?
Iran Protest 2026: ઈરાનમાં હિંસક પ્રદર્શનો વચ્ચે શું ભારતીયોની ધરપકડ થઈ છે? ઈરાની રાજદૂતે જણાવ્યું સત્ય; જાણો શું છે સ્થિતિ
PM Modi Friedrich Merz Meeting: અમદાવાદથી બર્લિન સુધી ગુંજશે મિત્રતા! સાબરમતીના કિનારે PM મોદી અને જર્મન ચાન્સેલરની મુલાકાત, કરોડોના ડિફેન્સ સોદા પર દુનિયાની નજર
Iran Protest: ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈના આદેશ બાદ પ્રદર્શનકારીઓ પર અંધાધુંધ ફાયરિંગ, અત્યારસુધી થયા આટલા લોકોના કરુણ મોત
Exit mobile version