ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૭ મે 2021
શુક્રવાર
ભારત અને દક્ષિણ આફ્રિકાએ ભેગા મળીને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એવો પ્રસ્તાવ મૂક્યો છે કે કોરોના ની વેક્સિન પરથી પેટન્ટના અધિકાર અસ્થાયી સ્વરૂપે ખસેડી નાખવા જોઈએ. આવું કરવાથી કોરોનાની વેક્સિન અનેક કંપનીઓ બનાવી શકશે. જેને કારણે વેક્સિન ની ઉપલબ્ધતા વધતા આખું વિશ્વ આ સંકટમાંથી બહાર આવશે. ભારત અને દક્ષિણ આફ્રિકાના આ પ્રસ્તાવને 60 દેશોએ સમર્થન આપ્યું છે અને સૌથી મોટી વાત એ છે કે અમેરિકાએ પણ સમર્થન આપ્યું છે.
જો કે જર્મનીએ આ પ્રસ્તાવનો સીધો વિરોધ કર્યો છે. તેનું કહેવું છે કે પેટન્ટ એ બૌદ્ધિક સંપદા છે. કોઈ પણ પરિસ્થિતિમાં બૌધ્ધિક સંપદાનું રક્ષણ થવું જોઈએ. તેમજ વેક્સિન ના ઉત્પાદનમાં કોઈ તકલીફ આવી નથી. આથી વેક્સિન ની પેટન્ટ કોઈને આપવાનો સવાલ જ પેદા થતો નથી.
આમ એક તરફ ગરીબ દેશો મફતમાં પેટન્ટ માંગી રહ્યા છે જ્યારે કે ધનિક દેશોને પોતાના લાભની પડી છે.