PM Modi Nigeria: PM મોદી નાઈજીરીયા સહીત આ ત્રણ દેશોની મુલાકાત માટે થયા રવાના, આપ્યું પ્રસ્થાન નિવેદન..

PM Modi Nigeria: નાઈજીરીયા, બ્રાઝિલ અને ગુયાનાની તેમની પાંચ દિવસીય મુલાકાત પહેલા પ્રધાનમંત્રીનું પ્રસ્થાન નિવેદન.

by Hiral Meria
PM Modi departure statement ahead of his five-day visit to Nigeria, Brazil and Guyana

News Continuous Bureau | Mumbai

PM Modi Nigeria:  હું નાઈજીરીયા, બ્રાઝિલ અને ગુયાનાની પાંચ દિવસની મુલાકાતે જઈ રહ્યો છું.  

મહામહિમ રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર, નાઇજીરીયાની આ મારી ( Narendra Modi ) પ્રથમ મુલાકાત હશે, જે પશ્ચિમ આફ્રિકન ક્ષેત્રમાં અમારા નજીકના ભાગીદાર છે. મારી આ યાત્રા એ આપણી વ્યૂહાત્મક ભાગીદારી કે જે લોકશાહી અને બહુલવાદમાં સહિયારી માન્યતા પર આધારિત છે તેના પર નિર્માણ કરવાની તક હશે. હું ભારતીય સમુદાય અને નાઈજીરીયાના મિત્રોને મળવાની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યો છું જેમણે મને હિન્દીમાં ઉષ્માભર્યા સ્વાગત સંદેશો મોકલ્યા છે.

બ્રાઝિલમાં ( Brazil ) , હું ટ્રોઇકા સભ્ય તરીકે 19મી જી-20 સમિટમાં હાજરી આપીશ. ગયા વર્ષે, ભારતના સફળ અધ્યક્ષતાએ જી-20ને લોકોના જી-20માં ( G20 ) ઉન્નત કર્યું અને વૈશ્વિક દક્ષિણની પ્રાથમિકતાઓને તેના એજન્ડામાં મુખ્ય પ્રવાહમાં લાવી હતી. આ વર્ષે, બ્રાઝિલે ભારતના વારસાને આગળ વધાર્યો છે. હું “એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય”ના અમારા વિઝનને ધ્યાનમાં રાખીને હું અર્થપૂર્ણ ચર્ચાઓની રાહ જોઉં છું. હું આ તકનો ઉપયોગ અન્ય કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા અંગે વિચારોનું આદાનપ્રદાન કરવા માટે પણ કરીશ.

ગુયાનાની ( Guyana ) મારી મુલાકાત મહામહિમ રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીના આમંત્રણ પર છે, 50 વર્ષથી વધુ સમયમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ મુલાકાત હશે. અમે અમારા અનોખા સંબંધોને વ્યૂહાત્મક દિશા આપવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કરીશું, જે સહિયારો વારસો, સંસ્કૃતિ અને મૂલ્યો પર આધારિત છે. હું 185 વર્ષથી પણ વધુ સમય પહેલા પ્રવાસ કરનાર સૌથી જૂના ભારતીય પ્રવાસીઓમાંથી એકને આપણું સન્માન સમર્પિત કરીશ અને સાથી લોકતંત્ર સાથે જોડાઈશ, કેમકે હું તેમની સંસદને સંબોધિત કરીશ.

આ સમાચાર પણ વાંચો :  Hindustan Times Leadership Summit 2024 PM Modi: PM મોદીએ હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2024ને કર્યું સંબોધન, કહ્યું, ‘આ દિગ્ગજોએ એચટી માટે લખ્યા હતા લેખો..’

મુલાકાત દરમિયાન, હું કેરેબિયન ભાગીદાર દેશોના નેતાઓ સાથે બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટ ( India-CARICOM Summit ) માટે પણ જોડાઈશ. અમે દરેક સારા-ખરાબ સમયમાં એક સાથે ઊભા રહ્યાં છીએ. શિખર સંમેલન આપણને ઐતિહાસિક સંબંધોને નવીકરણ કરવા અને નવા ક્ષેત્રોમાં આપણા સહયોગના વિસ્તારવા માટે સક્ષમ બનાવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like