Site icon

PM Modi Mauritius visit: PM મોદી એ મોરેશિયસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર વિચારોનું કર્યું આદાન-પ્રદાન.

PM Modi Mauritius visit: બંને નેતાઓએ ભારત અને મોરેશિયસ વચ્ચેના ખાસ અને ગાઢ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. આ સંદર્ભમાં, તેમણે બંને દેશો વચ્ચેના સહિયારા ઇતિહાસ અને મજબૂત લોકો-થી-લોકોના જોડાણોના અસ્તિત્વને યાદ કર્યું.

PM Modi met Mauritius President H.E. Mr. Dharam Gokhool and presented him with Ganga Jal from the sacred Mahakumbh.

PM Modi met Mauritius President H.E. Mr. Dharam Gokhool and presented him with Ganga Jal from the sacred Mahakumbh.

News Continuous Bureau | Mumbai

PM Modi Mauritius visit: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સ્ટેટ હાઉસ ખાતે મોરેશિયસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ધરમવીર ગોખુલને મળ્યા હતા.

Join Our WhatsApp Community

બંને નેતાઓએ ભારત અને મોરેશિયસ વચ્ચેના ખાસ અને ગાઢ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. આ સંદર્ભમાં, તેમણે બંને દેશો વચ્ચેના સહિયારા ઇતિહાસ અને મજબૂત લોકો-થી-લોકોના જોડાણોના અસ્તિત્વને યાદ કર્યું. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે બીજી વખત મુખ્ય અતિથિ તરીકે મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ ઉજવણીમાં હાજરી આપવી તેમના માટે સન્માનની વાત છે. 

 ખાસ ઘટનાક્રમમાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ગોખુલ અને પ્રથમ મહિલા વૃંદા ગોખુલને OCI કાર્ડ સોંપ્યા. પ્રધાનમંત્રીએ ભારત સરકારના સહયોગથી સ્થાપિત સ્ટેટ હાઉસમાં આયુર્વેદ ગાર્ડનની પણ મુલાકાત લીધી. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આયુર્વેદ સહિત પરંપરાગત દવાઓના ફાયદાઓને આગળ વધારવામાં મોરેશિયસ ભારત માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે.

વાર્તાલાપ પછી, રાષ્ટ્રપતિ ગોખુલએ પ્રધાનમંત્રીના સન્માનમાં સ્ટેટ લંચનું આયોજન કર્યું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.
Exit mobile version