News Continuous Bureau | Mumbai
PM Modi Jonas Gahr Store G20 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રિયો ડી જાનેરોમાં G20 સમિટ અંતર્ગત નોર્વેના પ્રધાનમંત્રી મહામહિમ જોનાસ ગહર સ્ટોરે સાથે મુલાકાત કરી હતી.
બંને પ્રધાનમંત્રીઓએ ( Jonas Gahr Store ) દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરી હતી અને વિવિધ ક્ષેત્રોમાં સહકારને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી. ભારત – યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિયેશન અને ટ્રેડ એન્ડ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (ભારત-ઇએફટીએ-ટીઇપીએ) પર હસ્તાક્ષરને દ્વિપક્ષીય સંબંધોમાં ( G20 Brasil ) એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ જણાવતા બંને નેતાઓએ નોર્વે સહિત ઇએફટીએ દેશો સાથે ભારતમાં વધુમાં વધુ રોકાણ આકર્ષિત કરવા માટે તેના ( G20 Summit ) મહત્વની પુનઃ પુષ્ટિ કરી હતી.
Møtet med statsminister Jonas Gahr Store var utmerket. Vår arktiske politikk har ført til en ytterligere sementering av de bilaterale forbindelsene mellom India og Norge. Vi snakket om hvordan investeringskoblingene mellom landene våre kan forbedres, særlig innen fornybar energi,… pic.twitter.com/iokQD4XzzQ
— Narendra Modi (@narendramodi) November 18, 2024
આ સમાચાર પણ વાંચો : PM Modi Keir Starmer G20 : PM મોદીએ બ્રાઝિલના G20 સમિટમાં બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર મુક્યો ભાર.
દ્વિપક્ષીય ચર્ચાઓએ ( PM Modi Jonas Gahr Store G20 ) બ્લુ ઇકોનોમી, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, સોલાર અને વિન્ડ પ્રોજેક્ટ્સ, જીઓ-થર્મલ એનર્જી, ગ્રીન શિપિંગ, કાર્બન કેપ્ચર યુટિલાઇઝેશન એન્ડ સ્ટોરેજ (CCUS), ફિશરીઝ, સ્પેસ અને આર્ક્ટિક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
નેતાઓએ ( Narendra Modi ) પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)