News Continuous Bureau | Mumbai
PM Modi Quad Summit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ એન્થોની અલ્બેનીઝ વિલ્મિંગ્ટન, યુએસએમાં 6ઠ્ઠી ક્વાડ લીડર્સ સમિટ દરમિયાન મળ્યા હતા. મે 2022થી આ તેમની નવમી વ્યક્તિગત વાતચીત હતી.
બંને નેતાઓએ ( Narendra Modi ) રાજકીય અને વ્યૂહાત્મક, સંરક્ષણ અને સુરક્ષા, વેપાર અને રોકાણ, શિક્ષણ અને સંશોધન, આબોહવા પરિવર્તન અને પુનઃપ્રાપ્ય ઊર્જા અને લોકો વચ્ચેના સંબંધો જેવા વિશાળ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેઓએ સ્વીકાર્યું કે ઉચ્ચ સ્તરીય સંપર્કોના આવર્તનથી દ્વિપક્ષીય સંબંધોને ( Anthony Albanese ) મજબૂત વેગ મળ્યો છે.
Held extensive discussions with PM Albanese. We seek to add even more momentum in areas like trade, security, space and culture. India greatly cherishes the time tested friendship with Australia. @AlboMP pic.twitter.com/Bo4kzd8QwY
— Narendra Modi (@narendramodi) September 22, 2024
આ સમાચાર પણ વાંચો : PM Modi Quad Cancer Moonshot: PM મોદીએ ક્વાડ કેન્સર મૂનશોટ કાર્યક્રમમાં લીધો ભાગ, આટલા કેન્સર વેક્સિન ડોઝ અને $7.5 મિલિયન ડૉલરનું અનુદાન આપવાની કરી જાહેરાત.
બંને નેતાઓએ ( Australian PM ) બહુપક્ષીય મંચ પર સહકારને મજબૂત કરવા માટે તેમની પ્રતિબદ્ધતાનું નવીકરણ કર્યું અને ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને ( Quad Summit ) વધુ ઊંચાઈએ લઈ જવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)