News Continuous Bureau | Mumbai
PM Modi To Lam: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર 2024 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભવિષ્યના સમિટ અંતર્ગત ન્યૂયોર્કમાં વિયેતનામની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી અને વિયેતનામના સમાજવાદી પ્રજાસત્તાકના ગણરાજ્યના પ્રમુખ મહામહિમ શ્રી ટો લામ સાથે મુલાકાત કરી.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ટો લામને ( Vietnamese President ) ઉન્નત નેતૃત્વની જવાબદારીઓ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભારત અને વિયેતનામ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે સતત સહયોગની આશા વ્યક્ત કરી હતી.
Met Mr. To Lam, the President of Vietnam. We took stock of the full range of India-Vietnam friendship. We look forward to adding momentum in sectors such as connectivity, trade, culture and more. pic.twitter.com/aV5SD2nI4N
— Narendra Modi (@narendramodi) September 23, 2024
પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) આ મહિનાની શરૂઆતમાં આવેલા વાવાઝોડાં યાગીને કારણે થયેલા નુકસાન અને ક્ષતિ માટે વિયેતનામની સાથે પોતાની સહાનુભૂતિ અને એકતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રમુખ અને જનરલ સેક્રેટરી ટો લેમે ઓપરેશન સદભાવ હેઠળ ભારત દ્વારા સંકટના સમયે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતની સમયસર પુરવઠા માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Surat: સુરતમાં દિવાળીને ધ્યાને લઈ હંગામી ફટાકડા વેચાણના લાયસન્સ માટે અરજદારો સંબંધિત પો.સ્ટે.માં કરી શકશે અરજી, રજુ કરવા પડશે આ પુરાવાઓ
બંને નેતાઓએ ( To Lam ) બંને દેશો વચ્ચે અતૂટ પરસ્પર વિશ્વાસ, સમજણ અને સહિયારા હિતો દ્વારા ચિહ્નિત થયેલ ઊંડા સભ્યતા અને સાંસ્કૃતિક કડીઓ અને વધતા વ્યૂહાત્મક સંબંધોના મહત્વની પુનઃ પુષ્ટિ કરી. ગયા મહિને ભારત આવેલા વિયેતનામના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ફામ મિન્હ ચિન્હ સાથેની મુલાકાતને યાદ કરતાં, તેઓએ દ્વિપક્ષીય સહયોગને ( Bilateral cooperation ) આગળ વધારવા અને બંને દેશો વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની સંભાવનાઓ પર ચર્ચા કરી હતી. નેતાઓએ ઈન્ડો-પેસિફિક સહિત મહત્વના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ગ્લોબલ સાઉથ માટે સામૂહિક ભૂમિકા પર ભાર મૂક્યો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)