News Continuous Bureau | Mumbai
PM Modi Dominica Award of Honour: કોમનવેલ્થ ઓફ ડોમિનિકાના રાષ્ટ્રપતિ મહામહિમ સિલ્વેની બર્ટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમની કુશળ રાજનીતિ, કોવિડ 19 રોગચાળા દરમિયાન ડોમિનિકાને ( Dominica ) આપેલા સમર્થન અને ભારત અને ડોમિનિકાને મજબૂત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતા માટે સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર-“ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર” એનાયત કર્યો હતો. ડોમિનિકાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી. રુઝવેલ્ટ સ્કેરીટ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. ગુયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. ઇરફાન અલી, બાર્બાડોસના પ્રધાનમંત્રી મહામહિમ મિયા અમોર મોટલી, ગ્રેનાડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ડીકોન મિશેલ, સેન્ટ લુસિયાના પ્રધાનમંત્રી મહામહિમ ફિલિપ જે. પિયર, અને એન્ટિગુઆ અને બાર્બુડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ગેસ્ટન બ્રાઉન પણ એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતા.
Gratitude to President Sylvanie Burton of Dominica for conferring the ‘Dominica Award of Honour’ upon me. This honour is dedicated to my sisters and brothers of India. It is also indicative of the unbreakable bond between our nations. pic.twitter.com/Ro27fpSyr3
— Narendra Modi (@narendramodi) November 20, 2024
આ સમાચાર પણ વાંચો : Army Recruitment Pithoragrah: દેશ સેવાનો કરવાનો જુનૂન કે બેરોજગારી… સેનામાં ભરતી માટે ઉતરાખંડમાં ઉમટી હજારો યુવાનોની ભીડ.. જુઓ વિડીયો
પ્રધાનમંત્રીએ ( PM Modi Dominica Award of Honour ) આ સન્માન ભારતના લોકોને અને ભારત અને ડોમિનિકા વચ્ચેના ગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને સમર્પિત કર્યું. તેમણે ( Narendra Modi ) વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી વર્ષોમાં બંને રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત અને ગાઢ બનશે.
આ ( Dominica Award of Honour ) એવોર્ડ સમારોહ ગુયાનાના જ્યોર્જટાઉનમાં બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટના અવસર પર આયોજિત કરાયો હતો.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
Join Our WhatsApp Community
