News Continuous Bureau | Mumbai
PM Modi Mohamed Irfaan Ali: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યોર્જટાઉનમાં સ્ટેટ હાઉસ ખાતે મહામહિમ ડૉ. મોહમ્મદ ઈરફાન અલી સાથે મુલાકાત કરી હતી. સ્ટેટ હાઉસ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ અલીએ તેમનું સ્વાગત કર્યું અને તેમણે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
બંને નેતાઓ ( India Guyana ) વચ્ચે એક સીમિત બેઠક થઈ, ત્યારબાદ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થઈ હતી. ભારત અને ગુયાના ( Mohamed Irfaan Ali ) વચ્ચેના ગાઢ ઐતિહાસિક સંબંધોને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને મજબૂત વેગ આપશે. બંને નેતાઓએ ભારત અને ગુયાના વચ્ચેના બહુપક્ષીય સંબંધોના અનેક પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી જેમાં, સંરક્ષણ, વેપાર અને રોકાણ, આરોગ્ય અને ફાર્મા, પરંપરાગત દવા, ખાદ્ય સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ક્ષમતા નિર્માણ, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંબંધો સહિતના મુદ્દાઓ સામેલ છે. ઉર્જા ક્ષેત્રે ચાલી રહેલા સહકારની સમીક્ષા કરતાં બંને નેતાઓએ જણાવ્યું હતું કે હાઇડ્રોકાર્બન તેમજ રિન્યુએબલ એનર્જી સ્પેસમાં ભાગીદારી વધારવાની અપાર સંભાવનાઓ છે. વિકાસ સહકાર એ ભારત-ગુયાના ભાગીદારીનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. પ્રધાનમંત્રીએ ગુયાનાને તેની વિકાસની આકાંક્ષાઓ પૂરી કરવા માટે ભારત સતત સમર્થન આપશે તે વાતથી અવગત કરાયા હતા.
Had an excellent meeting with Dr. Mohamed Irfaan Ali, President of Guyana. The President himself enjoys a strong bond with India. In our talks, we reviewed the developmental cooperation between our nations. This includes cooperation in sectors like skill development, capacity… pic.twitter.com/vb3NhUvQSU
— Narendra Modi (@narendramodi) November 20, 2024
બંને નેતાઓએ ( PM Modi Mohamed Irfaan Ali ) પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. બંને નેતાઓએ ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવા માટે વધુ સહયોગની હાકલ કરી હતી. પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) ભારત દ્વારા આયોજિત વૉઇસ ઑફ ધ ગ્લોબલ સાઉથ સમિટમાં ભાગ લેવા બદલ રાષ્ટ્રપતિ અલીનો આભાર માન્યો હતો. બંને નેતાઓ ગ્લોબલ સાઉથ દેશો વચ્ચેની એકતા મજબૂત કરવા સાથે મળીને કામ કરવા પર સંમત થયા હતા.
આ સમાચાર પણ વાંચો: Mumbai CNG price: મુંબઈકરોને મોંઘવારીનો માર, મહાનગર ગેસ લિમિટેડે આ ગેસના ભાવમાં કર્યો વધારો; જાણો નવા રેટ.
બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા નિયમિત અંતરે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજવા સંમત થયા હતા. મુલાકાત દરમિયાન દસ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)