News Continuous Bureau | Mumbai
PM Modi Volodymyr Zelenskyy: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 સપ્ટેમ્બર 2024ના રોજ ન્યુયોર્કમાં સમિટ ઓફ ધ ફ્યુચર અંતર્ગત યુક્રેનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી વોલોડીમિર ઝેલેન્સકી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
બંને નેતાઓએ પ્રધાનમંત્રીની યુક્રેનની તાજેતરની મુલાકાતને યાદ કરી અને દ્વિપક્ષીય સંબંધોના ( Bilateral Meeting ) સતત મજબૂતીકરણ પર સંતોષ વ્યક્ત કર્યો. યુક્રેનની ( Ukraine ) સ્થિતિ તેમજ શાંતિના માર્ગને આગળ ધપાવવાના માર્ગ પર પણ તેમની ચર્ચામાં મુખ્ય રીતે જોવા મળી હતી.
Met President @ZelenskyyUa in New York. We are committed to implementing the outcomes of my visit to Ukraine last month to strengthen bilateral relations. Reiterated India’s support for early resolution of the conflict in Ukraine and restoration of peace and stability. pic.twitter.com/YRGelX1Gl5
— Narendra Modi (@narendramodi) September 23, 2024
પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) કૂટનીતિ અને સંવાદની સાથે સાથે તમામ હિતધારકો વચ્ચે જોડાણ દ્વારા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલની તરફેણમાં ભારતના સ્પષ્ટ, સાતત્યપૂર્ણ અને રચનાત્મક અભિગમનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારત સંઘર્ષના સ્થાયી અને શાંતિપૂર્ણ નિરાકરણની સુવિધા માટે તેના માધ્યમોમાં તમામ સમર્થન આપવા માટે તૈયાર છે.
આ સમાચાર પણ વાંચો : SJMMSVY: CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની આ ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ. ૨૫૫ કરોડની આપી મંજૂરી.
છેલ્લાં ત્રણ મહિનામાં બંને નેતાઓ ( Volodymyr Zelenskyy ) વચ્ચે આ ત્રીજી મુલાકાત હતી. બંને નેતાઓ ટૂંક સમયમાં ફરી સંપર્ક સાધવા પર સંમત થયા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)