PM Modi Paetongtarn Shinawatra: PM મોદીએ પૂર્વ એશિયા સમિટમાં થાઈલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત, વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની કરી ચર્ચા

PM Modi Paetongtarn Shinawatra: પ્રધાનમંત્રીની થાઈલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત

by Hiral Meria
PM Narendra Modi meeting with the Prime Minister of Thailand Paetongtarn Shinawatra

 News Continuous Bureau | Mumbai

PM Modi Paetongtarn Shinawatra:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 ઑક્ટોબર 2024ના રોજ વિએન્ટિઆનમાં પૂર્વ એશિયા સમિટ દરમિયાન થાઇલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી પૈતોંગટાર્ન શિનાવાત્રા સાથે મુલાકાત કરી. બંને પ્રધાનમંત્રીઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી. 

પ્રધાનમંત્રીએ થાઈલેન્ડના પ્રધાનમંત્રીને ( Paetongtarn Shinawatra ) પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પ્રધાનમંત્રીને તેમની ઐતિહાસિક ત્રીજા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી. તેઓએ પેટા-પ્રાદેશિક, પ્રાદેશિક અને બહુપક્ષીય મંચોમાં ગાઢ સહકાર બનાવવાની રીતો પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. આ સંદર્ભમાં, તેઓએ BIMSTEC દ્વારા પ્રાદેશિક સહયોગને મજબૂત કરવા અંગે ચર્ચા કરી.

થાઈલેન્ડ સાથેના ભારતના ( Narendra Modi ) સંબંધો ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે, જે આ વર્ષે એક દશકો પૂરો કરી રહી છે, અને ભારતના હિંદ-પ્રશાંતના વિઝનનો પણ.

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan birthday: એક સમયે આર્થિક તંગી નો સામનો કરી રહેલા અમિતાભ બચ્ચન આજે છે કરોડો ની સંપત્તિ ના માલિક, જાણો બિગ બી ની નેટવર્થ વિશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More