News Continuous Bureau | Mumbai
PM Modi Thongloun Sisoulith: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિએન્ટિયનમાં લાઓ પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી (LPRP) ની સેન્ટ્રલ કમિટીના જનરલ સેક્રેટરી અને પીડીઆરના રાષ્ટ્રપતિ મહામહિમ થોંગલાઉન સિસોઉલિથ સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ આસિયાન સમિટ અને પૂર્વ એશિયા સમિટની સફળતાપૂર્વક યજમાની કરવા બદલ રાષ્ટ્રપતિ સિસોઉલિથને અભિનંદન પાઠવ્યા હતા.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરી અને ઘનિષ્ઠ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી. તેમણે કહ્યું કે ભારત-લાઓસની ( India Loas ) સમકાલીન ભાગીદારી વર્ષો જૂના સભ્યતાના બંધનોમાં ઊંડે ઊંડે જડેલી છે. તેઓએ વિકાસ ભાગીદારી, હેરિટેજ પુનઃસ્થાપન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે ચાલી રહેલા સહયોગ પર સંતોષ વ્યક્ત કર્યો. 2024 એ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીના એક દાયકાને ચિહ્નિત કરતા, પ્રધાનમંત્રીએ લાઓસ સાથેના ભારતના જોડાણમાં વધુ વેગ ઉમેરવામાં તેની મહત્વની નોંધ લીધી. બંને દેશો ( Lao PDR ) વચ્ચેના સભ્યતાના સંબંધોનો ઉલ્લેખ કરતી વખતે, પ્રધાનમંત્રીએ નવી નાલંદા યુનિવર્સિટી દ્વારા પ્રસ્તુત તકો દ્વારા લોકોથી લોકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા હાકલ કરી હતી. રાષ્ટ્રપતિ સિસોઉલિથે ટાયફૂન ( Thongloun Sisoulith ) યાગીના કારણે આવેલા પૂરના પગલે લાઓ પીડીઆરને ભારતની માનવતાવાદી સહાય માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.
PM @narendramodi held excellent talks with President Thongloun Sisoulith of Lao PDR. They discussed the full range of bilateral ties between both countries. pic.twitter.com/sHrBaLYiWI
— PMO India (@PMOIndia) October 11, 2024
આ સમાચાર પણ વાંચો : Sabarmati Riverfront : PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ‘સાબરમતી રિવરફ્રન્ટ’ દેશ – વિદેશના પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર, આ મુખ્ય આકર્ષણોની લોકો માણે છે મજા.
પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) ભારત-આસિયાન સંબંધોને મજબૂત કરવા લાઓસ દ્વારા આપવામાં આવેલા સમર્થન બદલ રાષ્ટ્રપતિ સિસોઉલિથનો આભાર માન્યો હતો. બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)