ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 03, માર્ચ 2022,
ગુરુવાર
યુક્રેન અને રશિયા વચ્ચે જંગ ખતમ થવાનું નામ નથી લઈ રહી ત્યારે આજે QUAD નેતાઓની આજે ફરી મહત્વની બેઠક યોજાશે.
મળતી વિગત પ્રમાણે, QUAD નેતાઓની આજે યોજાનારી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી QUAD નેતાઓની વર્ચ્યુઅલ બેઠકમાં હાજરી આપશે.
આ બેઠક વર્ચ્યુઅલ હશે અને આ બેઠકમાં PM મોદીની સાથોસાથે અમેરિકન રાષ્ટ્રપતિ બાયડન, ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી તથા અન્ય લીડર્સ ભાગ લેશે.
કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં ઈન્ડો-પેસિફિકમાં મહત્વપૂર્ણ વિકાસ પર ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત, ક્વોડ લીડર્સ ક્વાડના સમકાલીન અને સકારાત્મક એજન્ડાના ભાગ રૂપે જાહેર કરાયેલ લીડર્સ ઇનિશિયેટિવને અમલમાં મૂકવા માટે ચાલી રહેલા પ્રયાસોની પણ સમીક્ષા કરશે.
આ બેઠકમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે મંથન કરવામાં આવી શકે છે.