લો બોલો, જાપાનમાં સર્જાયેલી ફ્રેન્ચ ફ્રાઈસની અછતને પહોંચી વળવા બટાટાને કરાશે એરલિફ્ટ; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,31 ડિસેમ્બર 2021

શુક્રવાર.  

વિશ્વના અનેક દેશોમાં ખાસ કરીને જાપાનમાં ફ્રેન્ચ ફ્રાઈસ ભારે અછત સર્જાઈ છે. તેની ખરીદી કરવા માટે લોકો લાંબીને લાંબી લાઈન લગાવી રહ્યા છે. ત્યારે ફ્રેઇટ ફોરવર્ડર ફ્લેક્સપોર્ટ ઇન્ક નામની કંપનીએ  જાપાનમાં બટાકાથી ભરેલા ત્રણ વિમાનો લઈ જવામાં મદદ કરવાની છે. જાપાનમાં સ્પુડ્સ (બટાટા)ની અછતને કારણે દેશમાં મેકડોનાલ્ડ્સમાં ફ્રેન્ચ ફ્રાયની અછત સર્જાઈ છે.

કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રેયાન પીટરસે સોશિયલ મિડિયા પર ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, "ફ્રેન્ચ ફ્રાયની અછતને પહોંચી વળવા માટે ફ્લેક્સપોર્ટે માત્ર ત્રણ પ્લેન ખાસ બટાકા સાથે જાપાનમાં ઉડાડવા માટે કરાર કર્યો છે." 

જાપાનમાં સર્જાયેલી બટાટાની અછતને લઈને મેકડોનાલ્ડ હોલ્ડિંગ કંપની જાપાન એ 21 ડિસેમ્બરે મીડિયા સ્ટેમેન્ટમાં જણાવ્યું હતું કે તેમના મુખ્ય મેનુની આઈટમના પુરવઠાને અસર થઈ છે, જેમાં વાનકુવર બંદર પર પૂર આવ્યા પછી અને કોવિડ-19 રોગચાળાએ કારણે બટાટા મેળવવા મુશ્કેલ થઈ ગયા છે. તેથી હાલ તેઓ માત્ર નાના કદના ફ્રેન્ચ ફ્રાઈસ ઓફર કરશે. 

આ દરમિયાન જાપાનના સ્થાનિક ટેલિવિઝન અહેવાલના ફૂટેજમાં જોવા મળ્યું હતું કે ગ્રાહકો તેમના મોટા ભાગના ફ્રાઈસના છેલ્લા ઓર્ડર મેળવવા માટે ટોક્યોના એક સ્ટોર પર લાંબી લાઈનો લગાવીને ઊભા હતા.

ફાસ્ટ-ફૂડ કંપનીએ તેના મિડિયા સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે તે અપેક્ષા રાખે છે કે નવા વર્ષની પૂર્વસંધ્યાએ આ સમસ્યા ઉકેલાઈ જશે અને તે એરોપ્લેન જેવા વૈકલ્પિક શિપમેન્ટ વિકલ્પોની પણ વ્યવસ્થા કરી રહી છે. મેકડોનાલ્ડ હોલ્ડિંગ કંપની જાપાન તેના બટાકાની આયાત કરવા માટે Flexport નો ઉપયોગ કરી રહ્યું છે તે બાબતે જોકે સત્તાવાર રીતે તેણે કોઈ પુષ્ટિ કરી શક્યું નહોતું. આ દરમિયાન 31 ડિસેમ્બરે યોજના મુજબ મધ્યમ અને મોટા કદના ફ્રાઈસનું વેચાણ ફરી શરૂ થઈ જશે કંપનીએ દાવો પણ કર્યો હતો.

આશાનુ કિરણ! સા.આફ્રિકામાં 50 દિવસ બાદ આવ્યો ઓમિક્રોન કાબુમાં, હવે ઘટવા માંડ્યા કેસ
ફ્રેન્ચ ફ્રાયની અછત માત્ર જાપાન પુરતી મર્યાદિત નથી. ન્યુ યોર્કમાં, આઇકોનિક બર્ગર જોઇન્ટ જે.જી. મેલને ગયા અઠવાડિયે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું હતું કે તે સપ્લાય-ચેઇન સમસ્યાઓના કારણે તેના કોટેજ ફ્રાઈસનું વેચાણ સ્થગિત કરી રહ્યું છે. ક્રીમ ચીઝથી લઈને ચિકન ટેન્ડર સુધીના ઉત્પાદનોનો પ્રવાહ પણ તાણ હેઠળ આવ્યો હોવાનું તેણે કહ્યું હતુ.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment