ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
04 સપ્ટેમ્બર 2020
ઘણી વખત એવાં સમાચાર આવે છે જે આપણને આશ્ચર્યચકિત કરી મૂકે છે. હા, તાજેતરમાં બ્રાઝિલના એક ગામમાં કંઈક એવું બન્યું છે કે તમે તેને જાણ્યા પછી વિશ્વાસ નહીં કરો. અહીં આકાશ માંથી સેંકડો ઉલ્કાઓ પડી છે અને દરેક ટુકડાની કિંમત લાખોમાં નોંધાઈ છે. આટલું જ નહીં, સૌથી મોટા ટુકડાની કિંમત તો 19 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 19 ઓગસ્ટના રોજ બ્રાઝિલના સાન્તા ફિલોમિનાના ગામમાં, ઉલ્કા વર્ષા થઈ હતી. સ્થાનિક લોકો ખુશીમાં આ વરસાદને પૈસાનો વરસાદના એવું નામ આપી રહ્યા છે…
જ્યારે વૈજ્ઞાનિકોએ આ પત્થરોની તપાસ કરી, તેમાં જણાયું કે આ બધા ભાગ્યે જ જોવા મળતાં કિંમતી પથ્થરો છે. આ પથ્થરો ને વેંચી મોટાભાગના લોકોએ લાખો રૂપિયાની કમાણી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 40 કિલોગ્રામ વજનના સૌથી મોટા ટુકડાની કિંમત 26 હજાર ડોલર છે, અર્થાત 19 લાખ રૂપિયા ગણાઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે નાના અને મોટા મળી ને કુલ 200 થી વધુ ટુકડાઓ પડ્યાં છે. આ તમામ ટુકડાઓ સૌરમંડળની રચના કરતાં ઉલ્કાના છે…
