News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હાલ જી-20 સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા (Indonesia) ના બાલી (Bali) માં છે. મંગળવારે પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને (US President Joe Biden) , ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (China President XI Jinping) અને યુકેના પીએમ ઋષિ સુનક (UK Prime Minister Rishi Sunak) સહિત અન્ય ઘણા દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી અને ઘણા મુદ્દાઓ પર તેમના વિચારો રાખ્યા.
આ સમાચાર પણ વાંચો: વોટ્સએપ થયું અપડેટ, લાવ્યું આ નવું જબરદસ્ત ફીચર! જાણીને તમે પણ કહેશો – હવે નો ટેન્શન..
બુધવારે પીએમ મોદીએ યુએસ પ્રેસિડેન્ટ જો બાઇડને (Joe Biden) અને અન્ય નેતાઓ સાથે બાલીના તમન હુતાન રાયા મેન્ગ્રોવ ફોરેસ્ટની મુલાકાત લીધી હતી અને છોડ રોપ્યા હતા. પીએમ મોદી બાલી પ્રવાસના બીજા દિવસે મેંગ્રોવના જંગલમાં પહોંચ્યા હતા. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. આ દરમિયાન જો બાઇડને વિશ્વના નેતાઓ વચ્ચે ખાસ રીતે સલામ કરતા પીએમ મોદીને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ પણ ખૂબ જ પ્રેમપૂર્વક હાથ ઉંચો કરીને તેમનું અભિવાદન સ્વીકાર્યું હતું.
હાલ આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીર જોઇને લોકોએ કહ્યું કે ‘આ છે ભારતની તાકાત.’