President Trump: PM મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને બીજા કાર્યકાળ માટે પાઠવ્યા અભિનંદન, યુક્રેનની સ્થિતિ સહિત આ મુદ્દાઓ પર ચર્ચા કરી…

President Trump PM Modi congratulates President Trump for his second term, discusses these issues including the situation in Ukraine...
President Trump PM Modi congratulates President Trump for his second term, discusses these issues including the situation in Ukraine...

News Continuous Bureau | Mumbai

  • નેતાઓએ પારસ્પરિક લાભદાયક અને વિશ્વસનીય ભાગીદારી માટે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી
  • તેઓએ ટેકનોલોજી, વેપાર, રોકાણ, ઊર્જા અને સંરક્ષણમાં સહકારને મજબૂત કરવા માટેનાં પગલાંની ચર્ચા કરી
  • પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે પશ્ચિમ એશિયા અને યુક્રેનની સ્થિતિ સહિત વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું
  • નેતાઓએ વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા સંયુક્તપણે કામ કરવાની કટિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું
  • બંને નેતાઓ ટૂંક સમયમાં મળવા સંમત થયા હતા
President Trump: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ ડોનાલ્ડ જે. ટ્રમ્પ સાથે વાત કરી હતી અને તેમને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકેના તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

બંને નેતાઓએ પારસ્પરિક લાભદાયક અને વિશ્વસનીય ભાગીદારી માટે તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. તેમણે વિસ્તૃત દ્વિપક્ષીય વિસ્તૃત વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીનાં વિવિધ પાસાંઓ અને તેને આગળ વધારવા માટેનાં પગલાંની ચર્ચા કરી હતી, જેમાં ટેકનોલોજી, વેપાર, રોકાણ, ઊર્જા અને સંરક્ષણનાં ક્ષેત્રો સામેલ છે.

આ સમાચાર પણ વાંચો : Baba Siddique Murder :બાબા સિદ્દીકીની હત્યામાં ‘દાઉદ કનેક્શન’, આ કારણે અનમોલ બિશ્નોઈએ હત્યા કરાવી, શૂટરે કર્યો મોટો ખુલાસો!

બંને નેતાઓએ પશ્ચિમ એશિયા અને યુક્રેનની સ્થિતિ સહિત વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું તથા વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા સંયુક્તપણે કામ કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓ સંપર્કમાં રહેવા અને વહેલી તકે પરસ્પર અનુકૂળ તારીખે મળવા સંમત થયા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

By khushali ladva

Khushali Ladva is a skilled content aggregator with a passion for curating and delivering diverse, engaging information to audiences.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!