News Continuous Bureau | Mumbai
- નેતાઓએ પારસ્પરિક લાભદાયક અને વિશ્વસનીય ભાગીદારી માટે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી
- તેઓએ ટેકનોલોજી, વેપાર, રોકાણ, ઊર્જા અને સંરક્ષણમાં સહકારને મજબૂત કરવા માટેનાં પગલાંની ચર્ચા કરી
- પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે પશ્ચિમ એશિયા અને યુક્રેનની સ્થિતિ સહિત વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું
- નેતાઓએ વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા સંયુક્તપણે કામ કરવાની કટિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું
- બંને નેતાઓ ટૂંક સમયમાં મળવા સંમત થયા હતા
બંને નેતાઓએ પારસ્પરિક લાભદાયક અને વિશ્વસનીય ભાગીદારી માટે તેમની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. તેમણે વિસ્તૃત દ્વિપક્ષીય વિસ્તૃત વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીનાં વિવિધ પાસાંઓ અને તેને આગળ વધારવા માટેનાં પગલાંની ચર્ચા કરી હતી, જેમાં ટેકનોલોજી, વેપાર, રોકાણ, ઊર્જા અને સંરક્ષણનાં ક્ષેત્રો સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : Baba Siddique Murder :બાબા સિદ્દીકીની હત્યામાં ‘દાઉદ કનેક્શન’, આ કારણે અનમોલ બિશ્નોઈએ હત્યા કરાવી, શૂટરે કર્યો મોટો ખુલાસો!
બંને નેતાઓએ પશ્ચિમ એશિયા અને યુક્રેનની સ્થિતિ સહિત વૈશ્વિક મુદ્દાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું તથા વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા સંયુક્તપણે કામ કરવાની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને નેતાઓ સંપર્કમાં રહેવા અને વહેલી તકે પરસ્પર અનુકૂળ તારીખે મળવા સંમત થયા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.