News Continuous Bureau | Mumbai
India Namibia Relations: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી નામિબિયાની સત્તાવાર મુલાકાતે છે. આ પ્રસંગે, નામિબિયાના રાષ્ટ્રપતિ, મહામહિમ નેતુમ્બો નંદી-નદૈતવાહએ પ્રધાનમંત્રીને નામિબિયાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર – ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સિયન્ટ વેલ્વિટ્શિયા મિરાબિલિસ એનાયત કર્યો છે. તેઓ આ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય નેતા છે.
પુરસ્કાર સ્વીકારીને, પ્રધાનમંત્રીએ આ સન્માન ભારતના 1.4 અબજ લોકો અને ભારત અને નામિબિયા વચ્ચેના ઐતિહાસિક અને સ્થાયી સંબંધોને સમર્પિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ સન્માન બદલ રાષ્ટ્રપતિ નંદી-નદૈતવાહ અને નામિબિયાના લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Vande Bharat Train Japan : વંદે ભારતે જીત્યા જાપાનીઓના દિલ, ઓસાકા એક્સ્પોમાં ભારતીય રેલવે ની ધૂમ
પ્રધાનમંત્રીને આ પુરસ્કાર એનાયત થવો એ ભારત અને નામિબિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ છે અને બંને દેશોની યુવા પેઢીઓ માટે આ ખાસ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ઊંચાઈએ લઈ જવા માટે પ્રેરણાનો સ્ત્રોત છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.