રશિયાના પ્રેમમાં આંધળા બન્યા PM ઈમરાન ખાન, યુક્રેન યુદ્ધને લઈને યુરોપિયન યુનિયન પર ભડક્યા, પૂછ્યો આ સવાલ

News Continuous Bureau | Mumbai           prime minister imran khan slams european union

પાકિસ્તાનના વડાપ્રધાન (Prime Minister) ઇમરાન ખાને ભારત વિરુદ્ધ ફરી એકવાર નિવેદન આપ્યું છે.

સાથે તેમણે યુરોપિયન યુનિયનની (European Union) ટીકા કરતા કહ્યું હતું કે પાકિસ્તાન પશ્ચિમી દેશોનો ગુલામ નથી જે તેમનું કહ્યું માનશે. 

આ સિવાય તેમણે કહ્યું કે, હું યુરોપિયન યુનિયનના રાજદૂતોને પૂછું છું કે શું તમે આ પત્ર ભારતને પણ લખ્યો છે? 

ગયા અઠવાડિયે પાકિસ્તાન સ્થિત પશ્ચિમી દેશોના દૂતાવાસે યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરવા માટે પાકિસ્તાનથી આગ્રહ કર્યો હતો. 

આ પછી ઇમરાન ખાને ભારતનો ઉલ્લેખ કરીને તેમને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો.

નોંધનીય છે કે રાષ્ટ્ર મહાસભામાં થયેલી વોટિંગમાં પાકિસ્તાન, ભારત અને ચીન જેવા દેશો સામેલ થયા નહોતા.

આ સમાચાર પણ વાંચો : રશિયાએ માની આ દેશના રાષ્ટ્રપતિની વાત, બીજી વખત યુક્રેનના આટલા શહેરમાં સીઝફાયરની કરી જાહેરાત; જાણો વિગતે

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *