ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
25 ઓક્ટોબર 2020
ભારતવંશી વેવેલ રામકલાવન સેશેલ્સના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. 100,000 ની વસ્તી ધરાવતા સેશેલ્સમાં 43 વર્ષ બાદ રાષ્ટ્રપતિ પદ માટે કોઈ વિપક્ષી નેતા ચૂંટાયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેશેલ્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા વેવલ રામકલાવનને અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિ બન્યા પછી પોતાના પ્રથમ સંબોધનમાં, રામકલાવાને કોરોના રોગચાળા દ્વારા નાશ પામેલા પર્યટન આધારિત અર્થતંત્ર ફરી બેઠું કરવા માટે લઘુતમ વેતન વધારવાના સંકલ્પને પુનરાવર્તિત કર્યો હતો. રામકલાવનનો પરિવાર 130 વર્ષ પહેલા બિહારથી આફ્રિકા ગયો હતો. જ્યા તેમના પુર્વજો શેરડીના ખેતરમાં કામ કરતાં હતા. તેઓ એક ક્રિશ્ચિયન પાદરી પણ રહયાં છે. રામકલાવનના પરદાદા બિહારના મોતીહારી જિલ્લાના પરસાઉની ગામથી કલકત્તા (હાલના કોલકાતા) થઈને મોરિશિયસ પહોંચ્યા હતા..
આઉટગોઇંગ રાષ્ટ્રપતિ ફોયને માત્ર 43 ટકા મતો મળ્યા. પૂર્વ આફ્રિકન દેશ સેશેલ્સની વસ્તી 100,000 કરતા ઓછી છે. જેમાં ગુરુવારથી શનિવાર સુધી યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 75 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 1977 પછી પહેલી વાર સેશેલ્સમાં વિપક્ષી નેતા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. ફોરેયની યુનાઇટેડ સેશેલ્સ પાર્ટી છેલ્લા 43 વર્ષથી સત્તામાં હતી. રામકલાવનની પાર્ટીનું નામ લિનીયન ડેમોક્રેટિક સેસેલ્વા પાર્ટી રાખવામાં આવ્યું છે.