Kolhapur Memorial in Warsaw: પ્રધાનમંત્રીએ કોલ્હાપુર મેમોરિયલની મુલાકાત લીધી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વોરસૉમાં કોલ્હાપુર સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી.

by Akash Rajbhar
Prime Minister Shri Narendra Modi today laid wreaths and paid tributes at the Kolhapur Memorial in Warsaw

News Continuous Bureau | Mumbai

Kolhapur Memorial in Warsaw: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વોરસૉમાં કોલ્હાપુર સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી.

આ સ્મારક બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પોલિશ લોકોને આપવામાં આવેલી કોલ્હાપુરના રજવાડાની ઉદારતાને સમર્પિત છે. કોલ્હાપુરના વલિવડે ખાતે સ્થાપિત શિબિર યુદ્ધ દરમિયાન પોલિશ લોકોને આશ્રય આપતી હતી. આ વસાહતમાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ 5,000 પોલિશ શરણાર્થીઓ રહેતા હતા. સ્મારક પર પ્રધાનમંત્રીએ કોલ્હાપુર કેમ્પમાં રહેતા પોલિશ લોકો અને તેમના વંશજો સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીની સ્મારકની મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના વિશિષ્ટ ઐતિહાસિક જોડાણને પ્રકાશિત કરે છે, જેનું સતત પોષણ અને સંવર્ધિત કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચોઃPM Narendra Modi:પ્રધાનમંત્રીએ વોરસૉમાં ડોબરી મહારાજા મેમોરિયલ ખાતે શ્રદ્ધાંજલિ અર્પી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More