News Continuous Bureau | Mumbai
મોહમ્મદ પયંગબર સાહેબ(Mohammad Payangbar Sahib) પરની ટિપ્પણી સામે વાંધો ઉઠાવનારા દેશોમાં અમેરિકા(USA) પણ સામેલ થઈ ગયું છે.
યુએસએ ભાજપના(BJP) બે નેતાઓના નિવેદનની નિંદા કરી છે અને સાથે જ આ મામલે ભાજપની કાર્યવાહીની પ્રશંસા કરી છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા(US State Department spokesman) નેડ પ્રાઈસે(Ned Price) કહ્યુ, જ્યારે અમે ભાજપના પદાધિકારીની ભડકાઉ ટિપ્પણીની ટીકા કરીએ છીએ ત્યારે અમને ખુશી છે કે પાર્ટીએ જાહેરમાં નિવેદનની નિંદા કરી છે.
અમે માનવ અધિકારો(Human rights), ધર્મની(Religion) સ્વતંત્રતા અંગે ટોચના સ્તરે ભારત સરકાર(Indian Government ) સાથે વાત કરતા રહીએ છીએ તેમજ અમે ભારતને માનવ અધિકારોને અનુસરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણા અરબ દેશો(Arab countries) વિરોધ નોંધાવી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પાવાગઢમાં નવનિર્મિત શિખર પર માતાજીનો ધ્વજ ફરકાવાશે-જાણો વિગત