Site icon

કોરોના મહામારી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ ચીનમાં યુવાનોના દેખાવો જારી, નાગરિકો પર નજર રાખવા પબ્લિક સેફ્ટી પર સંરક્ષણ બજેટ કરતાં 7 ટકા વધુ ખર્ચ કરવા મજબૂર

હાલમાં જ ફરી એકવાર રાષ્ટ્રપતિ શી જિનપિંગને દેશની કમાન સોંપવામાં આવ્યા બાદ લોકોમાં જોરદાર આક્રોશ છે. ચીનમાં તાનાશાહી શાસન અને ખૂબ જ કઠોર નિયંત્રણોની સામે યુવાનો જાહેર રસ્તા પર આવી ગયા છે. પરિણામ એ છે કે સરકારવિરોધી માહોલને અંકુશમાં લેવા માટે ચીન સરકાર પોતાના નાગરિકોની સામે બર્બરતાપૂર્વકનું વર્તન પણ કરી રહી છે

china protest

કોરોના મહામારી પર કાબૂ મેળવવામાં નિષ્ફળ ચીનમાં યુવાનોના દેખાવો જારી, નાગરિકો પર નજર રાખવા પબ્લિક સેફ્ટી પર સંરક્ષણ બજેટ કરતાં 7 ટકા વધુ ખર્ચ કરવા મજબૂર

News Continuous Bureau | Mumbai

કોવિડ પર અંકુશ મેળવવામાં નિષ્ફળ રહેલા ચીનમાં યુવાનો વિરોધ દેખાવો કરી રહ્યા છે. કહેવા માટે તો ત્રણ વર્ષથી ચીનની જિનપિંગ સરકાર ઝીરો કોવિડ પોલિસી પર કામ કરી રહી છે પરંતુ તેને દરેક મોરચે નિષ્ફળતા મળી રહી છે.

Join Our WhatsApp Community

હાલમાં જ ફરી એકવાર રાષ્ટ્રપતિ શી જિનપિંગને દેશની કમાન સોંપવામાં આવ્યા બાદ લોકોમાં જોરદાર આક્રોશ છે. ચીનમાં તાનાશાહી શાસન અને ખૂબ જ કઠોર નિયંત્રણોની સામે યુવાનો જાહેર રસ્તા પર આવી ગયા છે. પરિણામ એ છે કે સરકારવિરોધી માહોલને અંકુશમાં લેવા માટે ચીન સરકાર પોતાના નાગરિકોની સામે બર્બરતાપૂર્વકનું વર્તન પણ કરી રહી છે. દેખાવોમાં સામેલ રહેલા લોકોના મોબાઇલમાં ફોટો અને મેસેજ ચેક કરીને તેમની ધરપકડ કરાઇ રહી છે. શાંતિપૂર્ણ માર્ચ યોજવા બદલ પણ ધરપકડ કરવામાં આવી રહી છે. ચીન સરકાર પોતાના જૂનાગરિકો પર નજર રાખવા માટે વ્યવસ્થાને મજબૂત કરવા પબ્લિક સેફ્ટી ૫ર સંરક્ષણ બજેટ કરતાં વધારે રકમ ખર્ચ કરી રહી છે.

ચીનની પબ્લિક સેફ્ટીનું બજેટ 17 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે જે પોલીસ, ગુપ્તચર તંત્ર, જેલ, અદાલત સહિત સૈન્ય બજેટ પર થતા કુલ ખર્ચથી સાત ટકા વધારે છે. ચીનની વસ્તી આશરે 140 કરોડ છે. આ રીતે ચીન આશરે 1000 રૂપિયા પ્રતિ વર્ષે પોતાના નાગરિકો પર નજર રાખવા માટે ખર્ચ કરે છે. 10 વર્ષ બાદ ચીનની બદલાયેલી રણનીતિથી સ્પષ્ટ થાય છે કે ચીન વધુ કઠોર પગલાં લઇ શકે છે.

બેજિંગની ઝાંગે કહ્યું કે પીસીઆર પરીક્ષણથી તે થાકી ગઇ છે. એક યુવા શ્રમિકે કહ્યું છે કે ગયા સપ્ટેમ્બરમાં સંક્રમિત થયા બાદ તેને સંક્રમિત દર્શાવીને પ્રતિબંધ હેઠળ મૂકી દેવાયો હતો પરંતુ તેનામાં કોઇ કોરોનાનાં લક્ષણ ન હતાં, કોઇ પરેશાની પણ ન હતી. હવે તે કોઇ પણ પ્રકારના અંકુશ ઇચ્છતો નથી.

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version