ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી મોટા શહેર મેલબોર્નમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે લોકડાઉન લાદવાના વિરોધમાં લોકોએ સતત બીજે દિવસે મોટાપાયે દેખાવો કર્યા હતા.
પોલીસે બે હજાર કરતાં વધારે દેખાવકારોને વિખેરવા માટે મરીનો ભૂકો ધરાવતાં બોલ્સ અને રબ્બરની બુલેટ છોડી હતી.
લોકડાઉનના નિયમોનો ભંગ કરીને સંપત્તિને નુકસાન કરતા આ દેખાવકારોએ ત્રણ પોલીસ અધિકારીઓને ઇજા પહોંચાડી હતી.
પોલીસે તોફાનીઓને કાબૂમાં લેવા માટે 62 કરતાં વધારે દેખાવકારોની ધરપકડ કરી હતી.
પોતાના ઘરમાં ગેરકાયદે ગોંધી રાખવામાં આવ્યો હોવાની ભાજપના આ નેતાની પોલીસમાં ફરિયાદ; જાણો વિગત